આઇશા કેસને લઇ કુખ્યાત કાલુ ગરદનનો વીડિયો થયો વાયરલ, આરીફને સજા અપાવવા એડી ચોટીનું જોર લગાવશે કાલુ ગરદન

અમદાવાદના ચકચારી આઈશા આપઘાત કેસને લઇ દેશભરમાંથી ન્યાયની માંગ ઉઠી રહી છે. આપઘાતને લઈ તેના પતિ આરીફ પર શહેરીજનો દ્વારા ફિટકાર વરસાવવામાં આવી રહી છે. ગતરોજ આરીફની રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

પતિના ત્રાસથી હસતા હસતા નદીમાં મોતને વ્હાલ કરનાર આઈશાના માતા પિતાએ સરકાર સામે તેના પતિ આરીફને કડકમાં કડક સજા આપવા માટેની અપીલ કરી છે. ત્યારે જુહાપુરાના કાલુ ગરદને સોશિયલ મીડિયા મારફતે આઈશાને ન્યાય અપાવવા માટે એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે આરીફ પર ગુસ્સ ભરાયો છે.

Image Source

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, કાલુ ગરદન આયશાની ઘટના અંગે વાત કરતા કહી રહ્યો છે કે, આરિફને સજા આપવવા માટે હું એડી ચોટીનું જોર લગાવી દઈશ. હાઈકોર્ટમાં સારામાં સારો વકીલ રાખીશ એટલું જ નહીં જામીન અરજી સામે વાંધા અરજી પણ મૂકાવીશ. હું ઈન્સાફ માટે ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છું.

કાલુ ગરદન આ વીડિયોમાં જણાવે છે કે, “જો આરીફ હૈ વો સુન લે, જો ભી યે લડકી સાથ હુઆ હૈ વો ગલત હુઆ હૈ,આરીફ તેરે કો દહેજ કી લાલચ થી તો મેરે સે આકે માંગ લેતા, જીતના દહેજ ચાહીએ મે તેરે કો દેતા,.

ત્યારે આરીફને સજા અપાવવા માટે કાલુ ગરદન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તને સજા આપવવા માટે હું હાઈકોર્ટનો સારામાં સારો વકીલ રાખીશ અને તને સજા અપાવીશ.

 જુઓ કાલુ ગરદનનો વાયરલ વીડિયો :- 

Shah Jina