ખૂણામાં સંતાઈ રહેલા કાગડાએ લોકો ઉપર કર્યો એવી ચતુરાઈથી હુમલો કે ભાગવા માટે મજબુર થયા લોકો, ઘટના થઇ વીડિયોમાં કેદ, જુઓ

પ્રાણીઓને અને પક્ષીઓ ખુબ જ ચાલાક હોય છે, તમેની ચાલાકીના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ઘણા વીડિયોમાં આપણે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જંગલમાં એવી ચાલાકીથી પોતાના શિકાર ઉપર હુમલો કરે છે કે તેને હુમલાની ખબર પણ નથી હોતી અને ચાલાક પ્રાણીનો મોતનો કોળિયો બની જતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કાગડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ચાલાકીથી માણસો ઉપર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક કાગડો લોકો પર ગુસ્સો કાઢતો જોઈ શકાય છે. થોડી સેકન્ડનો આ ટ્રેન્ડિંગ વીડિયો જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ પણ નથી થઈ રહ્યો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ચાલી રહ્યા છે. આ લોકોને પણ ખ્યાલ નથી હોતો કે આગામી ક્ષણમાં તેમની સાથે શું થવાનું છે. અચાનક એક કાગડો આવે છે અને પાછળથી તેમના માથા પર હુમલો કરીને જતો રહે છે. જેમ જ લોકોને ખબર પડે છે કે કાગડાએ તેમના પર હુમલો કર્યો છે, લોકો ડરી જાય છે અને ભાગવાની કોશિશ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ ઘટનાથી લોકોને ભારે આઘાત લાગ્યો હશે. જોકે, વીડિયો જોઈ રહેલા લોકો આ સ્થિતિમાં જોક્સ પણ શોધી રહ્યા છે. પરંતુ આ સ્થિતિ ઘણી ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આ કાગડો મિશન પર છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2.4 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ હજારો લોકોએ પોતાના અલગ-અલગ ફીડબેક આપ્યા છે.

Niraj Patel