ઓડીવાળો ફૂલ દારૂપીને ચલાવી રહ્યો હતો કાર, રીક્ષાવાળાને મારી એવી જોરદાર ટક્કર કે ચકડોળની જેમ રીક્ષા ફરતી ફરતી ઘસડાઈ

વધુ એક હિટ એન્ડ રન: આ CCTV ફૂટેજ જોઈને રૂંવાડા ઊભા થઇ જશે,ઘટનાસ્થળેજ રીક્ષાસવારનું મોત, બાપાના પૈસાએ દારૂ પી ઓડી ફેરવતા નબીરાએ પૂર ઝડપે રીક્ષાવાળાને..

આજ કાલ હિટ રનની ઘટના સામે રહી છે અને લોકડાઉન તેમજ કર્ફ્યુ ખુલ્યા બાદ લોકો વધુ બહાર ફરવા જઇ રહ્યા છે અને પાર્ટી પણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો પાર્ટીમાં નશો કરતા હોય છે અને તે બાદ વાહન ચલાવતા હોય છે ત્યારે નશામાં તે કોઇનુ જીવન પણ ઉજાળી દેતા હોવાની ઘટના કેટલીક વાર સામે આવે છે.

આવો જ એક હિટ રનનો કેસ હાલ સામે આવ્યો છે જેમાં એક ઓડી ચાલકે નશામાં ઓડી તેજ રફતારથી હંકારી અને તે બાદ તેણે રીક્ષાને અડફેટે લઇ લીધી. આ ઘટનામાં એક રીક્ષા સવારનું મોત થયુ છે જે 37 વર્ષના હતા અને રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ છે.

સોમવારે સવારે હૈદરાબાદના સાઇબરાબાદ વિસ્તારમાં ઇનઓર્બિટ મોલ પાસે એક તેજ રફતાર ઓડી ડ્રાઇવરે ઓટો-રીક્ષાને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં એ 37 વર્ષિય વ્યક્તિની મોત થઇ ગઇ હતી. પોલિસે મંગળવારે જણાવ્યુ કે, આરોપી દારૂના નશામાં એક પાર્ટીથી જુબલી હિલ્સ તરફ જઇ રહ્યો હતો. તે સમયે તેણે ઓટો-રીક્ષાને ટક્કર મારી દીધી.

પોલિસે હિટ એન્ડ રન કેસમાં આરોપી સુજીત તેના પિતા રઘુનંદન રેડ્ડી અને સુજીતના મિત્ર આશીષની ધરપકડ કરી છે. સોમવારે સાઇબરાબાદમાં શુ થયુ તેનો ખુલાસો સીસીટીવી ફુટેજમાં થયો છે.

પોલિસ અનુસાર, 27 જૂન સવારે 5:30 વાગ્યાના સુમારે સુજીત તેના મિત્ર આશીષ સાથે કોઇ પાર્ટીમાંથી આવી રહ્યો હતો. ગાડી સુજીત ચલાવી રહ્યો હતો. બંનેએ દારૂ પીધેલો હતો અને ગાડી ખૂબ જ તેજ રફતારથી ચલાવી રહ્યો હતો. આ નશામાં તેણે પાછળથી આવેલ એક રીક્ષાને ટક્કર મારી દીધી હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા રસ્તા પર ગોળ ગોળ ફરી રહી હતી.

પોલિસે જણાવ્યુ કે, આ ઘટના બાદ સુજીત અને આશીષ ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ થોડી દૂરી પર તેમની ગાડી પંચર થઇ ગઇ. તેમણે ગાડીને કિનારા પર લગાવી અને નંબરપ્લેટ નીકાળી તે બાદ તેઓ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ ત્યા કેટલાક સિક્યોરિટી ગાર્ડ આવી ગયા. સુજીત અને આશીષે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને નંબરપ્લેટ નીકાળી તેઓ ત્યાંથી ભાગી ગયા.

આગળના દિવસે રઘુનંદર રેડ્ડી એક ડ્રાઇવર સાથે પોલિસ સ્ટેશન પોહચ્યા અને કહ્યુ કે તેમની ગાડીનો અકસ્માત થયો છે. પોલિસે સીસીટીવી ફુટેજ શોધ્યા તો તેમનુ જૂઠ પકડાઇ ગયુ તે બાદ પોલિસે ત્રણેયની ધરપકડ કરી લીધી. હાલ તો તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટનામાં રીક્ષામાં સવાર ઉમેશની મોત થઇ ગઇ છે. તે એક પબમાં કાામ કરતા હતા અને તેઓ 37 વર્ષના હતા. ત્યાં રીક્ષા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પોલિસે આ મામલે આઇપીસી ધારા 304,201,506 અને મોટર વ્હીકલ એક્ટ ધારા 184, 185 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે.સાયબરબાદ ટ્રાફિક પોલીસે આ વીડિયો જાહેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો વહેલી તકે ઓડી ડ્રાઈવરની ધરપકડની માંગ કરી રહ્યા છે, કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે રીક્ષા ડ્રાઈવર પણ તેના લેનમાં નતો ચાલતો પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ આ રીતે ઓટોને ટક્કર મારીને નીકળી જાય. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Shah Jina