કેમેરામાં કેદ થયો ખુબ જ વિચિત્ર જીવ? વીડિયો જોઈને લોકો ફફડી ઉઠ્યા, કોઈએ કહ્યું ભૂત તો કોઈએ કહ્યું એલિયન

આજે જમાનો ખુબ જ આગળ નીકળી ગયો છે અને લોકો પણ ખુબ જ સ્માર્ટ બની ગયા છે. આજે ઘણા લોકો અંધશ્રદ્ધા, ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા, પરંતુ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આ બધા ઉપર વિશ્વાસ કરવો પડતો હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક વિચિત્ર જીવ જોવા મળી રહ્યો છે, જેણે લોકોના દિલમાં એક અલગ જ ડર પેદા કરી દીધો છે અને લોકોને પણ એ વિચારવા માટે મજબુર બનાવી દીધા છે કે આ જીવ આખરે છે શું ? ઘણા લોકો આ જીવને ભૂત કહી રહ્યા છે, તો ઘણા લોકો મોટો બતક હોવાનો પણ દાવો કરી રહ્યા છે. તો ઘણા લોકો એલિયન પણ કહી રહ્યા છે.

શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, અથવા તે માત્ર એક અફવા છે ? સમયાંતરે એલિયન્સ વિશે માહિતી મળતી રહે છે. આવા ઘણા પુરાવા પણ છે, જે સાબિત કરે છે કે એલિયન્સ આપણા સંપર્કમાં છે. તાજેતરમાં જ, એક સંશોધન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે એલિયન્સ સમુદ્રની અંદર રહે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં એક ખતરનાક પ્રાણી વિચિત્ર રીતે ફરે છે, આ વીડિયોને જોયા પછી ઘણા લોકો તેને એલિયન કહી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને ભૂત પણ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો અમેરિકાના કેન્ટુકીનો જણાવવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિચિત્ર દેખાતું પ્રાણી કેન્ટુકીમાં એક ઘર પાસે આવે છે અને ધીમે ધીમે એક કાર તરફ જતું જોવા મળે છે. જો કે ઘણા લોકો માને છે કે અમેરિકામાં એરિયા 51માં એલિયન્સ પર સંશોધન ચાલી રહ્યું છે, જોકે યુએસ સરકાર આ વાત સ્વીકારતી નથી. યુએસ સરકારનું કહેવું છે કે એરિયા 51 એક સૈન્ય મથક છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વિચિત્ર પ્રાણી માણસની જેમ ચાલી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @ParanormalityM નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ ઉપરાંત આ વીડિયોને હજારો લાઇક્સ મળી છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું “આ બહુ ડરામણું છે, શું એ એલિયન્સ છે.” અન્ય એક યુઝરે આ વીડિયો પર લખ્યું  “ખરેખર ખૂબ જ વિચિત્ર વસ્તુ. મેં તે ક્યારેય જોયું નથી.” જો કે આ વીડિયોની અંદર કયો જીવ છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel