ખબર

Viral Video: ગર્ભવતી મહિલા માટે રેલવે પ્લેટફોર્મ પર ચઢાવી રીક્ષા, લોકો કરી રહયા છે ખૂબ જ વખાણ

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો જબરદસ્ત રીતે વાયરલ થયો છે, જેમાં એક રીક્ષા ચાલકે રિક્ષાને રેલવેના પ્લેટફોર્મ પર ચઢાવી દીધી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક રીક્ષા ચાલક પોતાની રિક્ષાને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચલાવી રહ્યો છે.

વાત એમ છે કે આ વિડીયો ગયા અઠવાડિયાની એક ઘટનાનો છે. જયારે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેને કારણે મુંબઈના વિરાર રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે એક લોકલ ટ્રેન લાંબા સમય સુધી પ્લેટફોર્મ પર જ રોકાઈ હતી. આ ટ્રેનમાં એક ગર્ભવતી મહિલા પણ હતી, જેને હોસ્પિટલ લઇ જવા માટે આ રીક્ષા ચાલકે રીક્ષા પ્લેટફોર્મ પર ચલાવી હતી.

રીક્ષા ચાલકને જાણ હતી કે મહિલા ગર્ભવતી છે અને તેને લેબર પેઈન થઇ રહ્યું છે. આ મહિલા મુંબઈની લોકલ ટ્રેનમાં પોતાના પતિ સાથે જઈરહી હતી, અને અચાનક જ દુખાવો શરુ થયો, પરંતુ ટ્રેન તો વિરાર સ્ટેશન પર જ વરસાદને કારણે રોકાયેલી હતી. બીજી તરફ મહિલાનો દુખાવો વધતો જતો હતો, ત્યારે મદદ માટે મહિલાનો પતિ સ્ટેશનની બહાર ગયો અને ત્યાં એક રીક્ષા ચાલકે આ ગર્ભવતી મહિલાની પરેશાની સાંભળીને રીક્ષા પ્લેટફોર્મ પર ચઢાવી દીધી હતી.

મહિલાને લોકલ ટ્રેનથી ઉતારીને રિક્ષામાં બેસાડવામાં આવી અને તેને જલ્દી હોસ્પિટલ પહોંચાડવા માટે રીક્ષા પ્લેટફોર્મ પર જ દોડાવી દીધી. રીક્ષાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે મદદ કરવા માટે આ રીક્ષા ચાલકના પણ વખાણ કરવામાં આવી રહયા છે.

જો કે આ પછીથી એ રીક્ષા ચાલકને કાયદો તોડવાના ગુનામાં પોલીસે પકડી લીધો હતો અને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. પરંતુ કોર્ટે આ રીક્ષા ચાલકને ચેતવણી આપીને જમીન પર છોડી દીધો હતો. ગર્ભવતી મહિલાના પરિવારના આગ્રહ પર આ રીક્ષા ચાલકને છોડી મુકવામાં આવ્યો, અને રીક્ષા ચાલકને જણાવ્યું કે તેની મદદ બાદ ગર્ભવતી મહિલાને પરિવાર ખુશ હતો અને તેની ધરપકડથી એ ચોંકી ગયા હતા. પતિ અને પરિજનોએ આ મહિલાને ટ્રેનથી લઈને હોસ્પિટલ પહોંચાડવા કહ્યું હતું. અને ગંભીર બાબત હોવાને કારણે એ તૈયાર થઇ ગયો હતો.

રેલવે પોલીસ ઈન્સ્પેક્ટરે આ મામલે જણાવ્યું હતું કે આ રીક્ષા ચાલકે માણસાઈ બતાવીને મદદ કરી. પણ પ્લેટફોર્મ પર રીક્ષા ચલાવીને બીજા યાત્રીઓના જીવને પણ જોખમમાં મુક્યા હતા, એટલે તેને પકડવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks