180ની સ્પીડ ઉપર જતી ગાડી ઉપર આ વ્યક્તિ ટીંગળાઇ રહ્યો, વીડિયો જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા

લોકો ફેમસ થવા માટે શું શું નથી કરતા, તો ઘણા લોકો એવા એવા સ્ટન્ટ પણ કરતા હોય છે જેના દ્વારા તેમને રાતો રાત પ્રસિદ્ધિ પણ મળી જાય છે. ઘણીવાર સ્ટન્ટ કરવા ભારે પણ પડે છે અને કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે. આવા સ્ટન્ટ વાળા વીડિયોને જોઈને ઘણીવાર વીડિયોને જોનારાનું પણ હૃદય ધબકાર ચુકી જાય.

હાલ સોશિયલ મીડિયામાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોના પણ હોશ ઉડી રહ્યા છે. કારણ કે વીડિયોની અંદર એક વ્યક્તિ 180ની સ્પીડ ઉપર જતી ગાડીની બહાર લટકાયેલો જોવા મળી રહ્યો છે. અને ખુબ જ આરામથી તે આ સફરની મોજ પણ માણી રહ્યો છે.

આ વીડિયો રુસીના એક ઈનફ્લુએન્સરનો છે. જે રોડ ઉપર ગાડી સાથે કારનામુ કરતો હોવા મળી રહ્યો છે. જેને જોઈને લોકો પણ દાંત નીચે આંગળી દબાવી લે છે. પરંતુ તેની આ હરકતે તેને પણ મુશ્કેલીમાં મૂકી દીધો છે. કાર ઉપર ખતરનાક સ્ટન્ટ કરવા બદલ તેના વિરુદ્ધ તપાસ પણ ચાલુ કરી દીધી છે.


વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે રુસીનો આ ઈનફ્લુએન્સર ડેનિલ માયસનીકોવ ગાડીની અંદર નથી બેસતો પરંતુ ગાડીની બહાર તે પટ્ટી અને દોરીઓથી પોતાની જાતને બાંધી દે છે. જેના બાદ ગાડી પૂર પાટ ઝડપે દોડે છે અને તે બહાર જ ચીપેકેલો રહે છે. આ વીડિયોને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કર્યો છે.

Niraj Patel