વાયરલ

“સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર” સરપંચની ચૂંટણી જીતતા સાસુએ જમાઈને ખભે બેસાડીને વરઘોડો ફેરવ્યો, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ ઘણી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઇ. ગત રવિવારના રોજ યોજાયેલ ચૂંટણીનું પરિણામ ગત મંગળવારના રોજ આવ્યું, જેમાં ઘણા ઉમેદવારો જીતી ગયા અને જીતના જશ્ન સાથે ગામમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો, આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો વાયરલ થયા હતા.

ત્યારે હાલ એક સાસુ જમાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સાસુ જમાઈને ખભે બેસાડી અને નાચતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ જમાઈ સાથે આખા ગામની અંદર વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જેના વીડિયોએ લોકોમાં પણ અચરજ જમાવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ક્યાં ગામનો છે તેના વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઇ રહી, પરંતુ સાસુ જમાઈની આ જીતની ઉજવણી સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. સરપંચની ચૂંટણી માટે ઘણા લોકોએ આવેદન કર્યું હતું, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણા લોકો વિજયી બનતા જીતના જશ્નમાં જોવા મળ્યા તો ઘણા લોકો માતમ મનાવતા પણ જોવા મળ્યા.

સોશિયલ મીડિયામાં સરપંચની આ ચૂંટણીને લઈને ઘણી ઘટનાઓ પણ સામે આવી. ઘણા એવા ઉમેદવારો પણ જોવા મળ્યા જેને આકર્ષણ જનમાવ્યુ. મુંબઈની એક મોડલ જેને શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે તેને પણ સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આ ચુટંણીમાં તેની હાર થઇ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો અન્ય એક કિસ્સામાં સાસુ વહુ પણ સામે સામે સરપંચની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હતી. આ કિસ્સો પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, લોકોની નજર પણ આ ચૂંટણીના પરિણામ ઉપર હતી, પરંતુ જયારે પરિણામ આવ્યું ત્યારે સાસુ વહુની ચુટંણીની આ લડાઈમાં સાસુની હાર થઇ હતી અને વહુની આખી પેનલ વિજેતા બની હતી.