લગ્નમાં પડ્યો સાદ “એ જમી લેજો…” અને પછી જાનૈયાઓ ભૂખ્યા વરુની જેમ એવી રીતે તૂટી પડ્યા કે વીડિયો જોઈને પેટ પકડી હસવા લાગશો

લગ્નના જમણવાર ઉપર એવી રીતે તૂટી પડ્યા જાનૈયાઓ કે જાણે જિંદગીનો છેલ્લો જમણવાર હોય, વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઠેર ઠેર ઠગલાબંધ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે, તો કેટલાક વીડિયો પેટ પકડીને હસાવનારા પણ હોય છે.

મોટાભાગના લોકો લગ્નની અંદર જતા હોય છે ત્યારે સૌથી પહેલા જમણવાર ચાલુ થવાની જ રાહ જોતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક લગ્નનો જમણવાર જ જોવા મળી રહ્યો છે, પરંતુ આ જમણવારમાં એવું બને છે કે જે તમે પણ આજ પહેલા ક્યારેય નહિ જોયું હોય અને જોઈને તમે પણ હસી હસીને બઠ્ઠા વળી જશો એ નક્કી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ જમણવાર સ્થળ આગળ આવીને સાદ પાડી રહ્યો છે કે “જમવાનું ચાલુ થઇ ગયું.” જેના બાદ જે થાય છે તે હેરાન કરી દેનારું છે. જમણવાર ચાલુ થવાની બૂમ સાંભળતા જ બહાર ઉભેલા અને લગ્નમાં આવેલા મહેમાનો દોડીને કાઉન્ટર તરફ આવે છે.

મહેમાનો ભૂખ્યા વરુની જેમ જમણવાર ઉપર તૂટી પડે છે, અને એવી રીતે પ્લેટ ઉઠાવે છે જાણે કે જમવાર ખૂટી જવાનો હોય. આ વીડિયો અહીંયા જ પૂરો થઇ જાય છે, સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને આ વીડિયો જોયા બાદ પેટ પકડીને હસી પણ રહ્યા છે. આ ઉપરાંત ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel