‘અધિકારી કરતા હતા પરેશાન’, CRPF જવાન નરેશનો આત્મહત્યા પહેલાનો વીડિયો વાયરલ, 7 પાનાની સુસાઇડ નોટ પણ મળી

ધ્રુસકેને ધ્રુસકે રડ્યો CRPF જવાન, આપઘાત પહેલા બોલ્યો- મારુ જીવન ખરાબ થઇ ચૂક્યુ છે, મારે મરવું છે, વાંચો શું કહ્યુ

રાજસ્થાનના જોધપુરમાં CRPF જવાન દ્વારા પોતાને ગોળી મારીને આત્મહત્યા કરવાના મામલામાં વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો CRPF જવાન નરેશ જાટે આપઘાત કરતા પહેલા બનાવ્યો હતો. આ સાથે 7 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. વીડિયો અને સુસાઈડ નોટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જવાન ખૂબ જ ડિપ્રેશનમાં હતો. સુસાઈડ નોટનો ફોટો નરેશે તેની પત્નીને મોકલ્યો હતો. જેથી આ સુસાઈડ નોટ પોલીસ સુધી પહોંચી શકે. જવાન નરેશે કોઇ બીજા નરેશના નામ પર બંદૂક કઢાવી અને તેને ઘરે લઈ ગયો. આ જ બંદૂકથી નરેશે ઘરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું.

ત્યાં નરેશનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો તેને ટોર્ચર કરી રહ્યા હતા. નરેશે વીડિયોમાં જણાવ્યું કે તેણે RTCના DIG ભૂપેન્દ્ર સિંહ પર પણ કમેન્ટ કરી હતી. આ ઉપરાંત અર્જુન અને ગૌરવ મનાલીને લઇને કહ્યુ કે, તે તેને પરેશાન કરે છે. તેણે કહ્યુ કે, જ્યાં આ સુધી લોકો અહીંથી નહિ જાય, ત્યાં સુધી અહી કોઇ સુધાન નહી થાય. નરેશે કહ્યુ કે, આ બધી યાતનાઓને કારણે તે તણાવમાં છએ. બીજી તરફ મીડિયા સાથે વાત કરતા નરેશના પિતા લિખમારામે સીઆરપીએફ અધિકારીઓને કહ્યું, મેં જીવિત દીકરો આપ્યો હતો, તમારા લોકોના કારણે તેનો આ હાલ થઇ ગયો.

તેને હવે લઇને ક્યાં જાઉ, શહીદ હોતો તો સલામી દઇને તેનો મૃતદેહ લઇ જતો. ત્યાં કરવડના SHO કૈલાશ દાન ચારણે કહ્યુ કે, CRPFના પ્રાર્થના પત્ર પર મર્ગ દર્જ કરી મેડિકલ બોર્ડથી શવનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે. પરંતુ પરિવારજનો મામલો દાખલ કરવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, જોધપુરમાં પોતાના પરિવારને બંધક બનાવનાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાને પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસ કમિશનર રવિદત્ત ગૌરે આ વાતની પુષ્ટિ કરી હતી.

જવાને તેની પત્ની અને પુત્રીને 18 કલાક સુધી રૂમમાં બંધક બનાવીને રાખ્યા હતા. આ સાથે વારંવાર બાલ્કનીમાં આવીને હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ. અધિકારીઓએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માન્યો નહીં. મંગળવારે તેણે સીઆરપીએફના આઈજી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઈજી પણ જયપુરથી જોધપુર પહોંચ્યા હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ જવાને પોતાને ગોળી મારી દીધી હતી.

Shah Jina