ખબર

હૈદરાબાદ એન્કાઉન્ટર: પીડિતાની બહેને કહ્યું- આજે અમારી સાથે ન્યાય થયો, અમે આભારી છે પોલીસના

હૈદરાબાદમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટના ઘટી હતી. આ ઘટનાના દેશભરમાં પ્રચંડ વિરોધ થયો હતો. દેશવાસીઓ આ ઘટના બાદ આરોપીઓને જલ્દીથી જલ્દી ફાંસીની માંગને લઈને દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યું હતું.

ત્યારે આજે સવારે સમાચાર મળી રહ્યા છે કે, હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીને તેલંગાણા પોલીસે એન્કાઉન્ટર કરી દીધુ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ આ ચાર લોકોને ઘટના સ્થળે તપાસ માટે લઇ જઈ હી ત્યારે આ ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી.

Image Source

આ ચાર આરોપીના એન્કાઉન્ટર થતા પીડિતાનો પરિવાર કશું થયો છે. પીડિતાના પિતા અને બહેને કહ્યું હતું કે, આજે અમને સરકાર અને પોલીસ પર ગર્વ છે. પીડિતાની બહેને કહ્યું હતું કે, આજે અમારી સાથે ન્યાય થયો છે. આજે જે આરોપીઓ સાથે થયું છે તે અન્ય આરોપીઓ માટે ઉદાહરણ રૂપ છે. તો પીડિતાના પિતાએ કહ્યું હતું કે, ‘આખરે 10 દિવસ બાદ મારી દીકરીને ન્યાય મળ્યો છે.’

જણાવી દઈએ કે,આ મહિલા ડોક્ટર 27 નવેમ્બરે સાંજે ઘર પ્રતિ ફરી રહી હતી ત્યારે તેના સ્કૂટરમાં પંચર થયું હતું. ત્યારે આ ચાર આરોપીઓએ મદદને બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

ઘરવાળાના જણાવ્યા અનુસાર, પીડિતાએ તેની બહેનને કોલ કરીને કહ્યું હતું કે, મારા સ્કૂટરમાં પંચર થઇ ગયું છે. મને બહુજ બીક લાગી રહી છે. આ બાદ જયારે પીડિતાના પરિવારજનોએ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેનો ફોન બંધ થઇ ગયો હતો. બાદમાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ગામવાળાએ બ્રિજ પાસે અર્ધ સળગેલી હાલતમાં લાશ જોતા પોલીસને જાણકારી આપી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.