ખબર

કોરોના દર્દીનો અંતિમ સંસ્કાર કરવા ગયેલા પરિવારના 3 લોકો સાથે અનોખી ઘટના થઇ, ચિતા સળગવાની સાથે જ..

કોરોના વાયરસનો ખતરાથી આપણે સૌ પરિચિત જ છીએ, ત્યારે જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારે તેના અંતિમ સંસ્કાર દરમિયાન પણ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, થોડી ગેર કાળજી સાજા વ્યક્તિને પણ મૃત્યુ તરફ લઇ જઈ શકે છે.

Image Source

આવી જ ઘટના જમ્મુ કાશ્મીરમા બની છે. જ્યાં ગુરુવારના રોજ એક કોરોના સંક્રમિત વ્યક્તિનો ણીતમઃ સંસ્કાર કરવા ગયેલા બે ભત્રીજાનું સ્મશાન ઘાટ સામે જ સંદિગ્ધ હાલતમાં મૃત્યુ થઇ ગયું હતું.  જયારે દીકરો બે ભાન થઇ ગયો હતો. આ ત્રણેયને સ્વસ્થ્ય વિભાગ તરફથી પીપીઈ કીટ પણ પહેરાવવામાં આવી હતી. આ ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગ અને સ્થાનીય પ્રસાશનમાં હડકંપ મચી ગયો છે. મેજિસ્ટ્રેટ દ્વારા તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

Image Source

આ બંને મૃતકોના શુક્રવારના રોજ પોસ્ટમોર્ટમ  કરવામાં આવશે, સાથે બંનેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે જેનાથી તેમના મૃત્યુના કારણો વિશે ખુલાસો થઇ શકે. આ ઘટના જમ્મુના તાલાબ તિલ્લોની છે જ્યાં એક 63 વર્ષના વ્યક્તિને ગયા બુધવારના રોજ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયું હતું, તેમના શબને રાજકીય મેડિકલ શબગૃહ માં રાખવામાં આવ્યું હતું.

Image Source

એક માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે જયારે એમ્યુલન્સ શબ લઈને અંતિમ સંસ્કાર માટે આવી રહી હતી ત્યારે અડધા કિલોમીટર પહેલા કીચડમાં ફસાઈ ગઈ હતી, અને તેના કારણે મૃતદેહને પરિવારજનો ખભે મૂકીને લાવ્યા હતા. બધાએ પીપીઈ કીટ પણ પહેરી હતી. એ દરમિયાન જ ત્રણેયની તબિયત બગડી હતી અને તેમને પાણી પણ માંગ્યું હતું.

Author: GujjuRocks Team