તારી બહેનને સળગાવી દીધી…જોઇ લે ! પત્નીને જીવતી સળગાવ્યા બાદ સાળાને ફોન કરીને….

હ્રદય કંપાવી દે તેવી ઘટના: પરિણીતાને જીવતી સળગાવી, સાસરાવાળા ઘર છોડી ભાગ્યા, સાળાને ફોન કરીને કહ્યું કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મહિલા પર અત્યાચાર અને દુષ્કર્મ સહિત હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર દહેજને કારણે મહિલાને પ્રતાડિત કરવામાં આવતી હોય છે અથવા તો કોઇ અન્ય કારણોસર તેની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર તેને માનસિક રીતે પણ પ્રતાડિત કરાતા મહિલા આપઘાત કરી લેતી હોય છે. હાલમાં હત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમે પણ હચમચી જશો. એક મહિલાની તેના સાસરાવાળાએ મળીને હત્યા કરી દીધી. પહેલા તેને જીવતી સળગાવી હતી. તેના શરીર પણ ખૂબ જ ઇજાના નિશાન પણ છે.

ઉતાવળમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ ભાઇને થતા જ તે તાત્કાલિક પહોંચ્યો હતો. આ હ્રદય કંપાવી દે તેવી ઘટના બિહારના મુઝફ્ફરપુરના અહિયાપુર થાના ક્ષેત્રના મુસ્તફાપુરથી સામે આવી છે. મૃતકના ભાઇ સંજીતે તેના બનેવી રાજેશ અને સસરા રામનંદન સહિત અન્ય પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઇએ કે, મૃતકના લગ્ન વર્ષ 2008માં થયા હતા. ઘરમાં કિચન બનાવવાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. લગ્ન થયા ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો.

ત્યારે આ જ વિવાદમાં તેની હત્યા કરવામાં આવી. પહેલા તેને જીવતી સળગાવવામાં આવી. જાણકારી મળવા પર અહિયાપુર થાનેદાર વિજયકુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી, આરોપી ઘટના બાદથી ફરાર છે.સંજીતે જણાવ્યું કે તેનો બનેવી બીજા રાજ્યમાં રહીને મહેનત મજૂરી કરતો હતો. તેની બહેનને બે બાળકો છે. આરોપીઓ ઘણા વર્ષોથી તેની બહેનને ત્રાસ આપતા હતા. બહેનને ઘરમાં રસોડું બનાવવું હતું. જેનો તેઓ વિરોધ કરી રહ્યા હતા.

રવિવારે રાત્રે પણ તેની બહેને તેને ફોન કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે થોડી ઇન્કડી (ઘર બનાવવા વાળા ઝાડ) આપો. રસોડું બનાવવું છે. તેણે કહ્યું ઠીક છે, તે જલદી લઇને આવશે. ત્યારે આજે તેના બનેવીએ ફોન કરીને કહ્યું હતું કે તારી બહેનને સળગાવી દીધી છે. આટલું કહ્યા બાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. તે તેની બહેનના ઘરે દોડી ગયો. જ્યાંથી જાણવા મળ્યું કે તેને એસકેએમસીએચમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેની બહેનનું મોત થઇ ચૂક્યુ હતુ.

Shah Jina