સુરતમાં આરોપી પીડિતાએ જ પોતાના પર દુષ્કર્મ કરનારને અપાવી જામીન, કહ્યું-‘હું જ એના પાસે ગઈ હતી…’ પણ

સુરતમાં દુષ્કર્મ પીડિતાએ કોર્ટમાં કર્યો ધડાકો, કહ્યું, ‘હું જ એના પાસે ગઈ હતી…’ પણ

દેશમાં બળાત્કાર જેવા ઘણા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. કેટલાક યુવકો કે આધેડો નાની બાળકી હોય કે પછી મહિલા તેમને પોતાની જાળમાં ફસાવે છે અને પછી પોતાની હવસનો શિકાર બનાવે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે આરોપી કોઈ લાલચ આપીને મહિલાને પોતાની જાળમાં ફસાવે છે અને બાદમાં તેનું યૌન શોષણ કરે છે. આવો જ એક કિસ્સો સુરતના કતારગામમાંથી સામે આવ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)

ઘટના કંઈક એવી છે કે હીરા ઘસવાનું કામ કરતા વ્યક્તિએ 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપી વિરૂદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે કલમ 363,366 અને 376(2)(એન)ઉપરાંત પોકસો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ પણ કરી હતી અને તેને જેલમાં ધકેલી દીધો હતો. જો કે અહીં હેરાન કરી દેનારી વાત એ છે કે બાદમાં કિશોરીએ જ જામીન અપાવીને આરોપીને મુક્ત કરાવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પીડીતાએ પહેલા તો સરકારી વકીલ પાસે જામીન માટેની વાત કહી પણ વકીલે આ બાબતનો અસ્વીકાર કર્યો હતો જેના બાદ પીડીતાએ કોર્ટમાં જ પોતાની જાતે આરોપીને જામીન અપવાની માંગણી કરી હતી અને કોર્ટે તેને મંજુર પણ કરી હતી. પીડિતા કિશોરીનું કહેવું હતું કે,”વાંક મારો પણ છે, કેમ કે હું જ તેની સાથે ગઈ હતી”. કોર્ટમાં પીડિતાના આવા મંતવ્યથી હાજર લોકોને આશ્ચર્ય થયું હતું, પણ અંતે આરોપીના વકીલ એન પીડિતા દ્વારા જામીનની માંગણીને લીધે કોર્ટે  જામીન મંજુર કરી હતી.

Krishna Patel