મનોરંજન

કેટરિના કૈફ સાથેના અફેરની ખબરો પર પહેલીવાર આવ્યું વિક્કી કૌશલનું નિવેદન, કહ્યું- ‘આ એક સૌથી શ્રેષ્ઠ…’

વિકી કૌશલે થોડાક જ સમયમાં બોલીવુડમાં ભારે સફળતા પ્રાપ્ત કરી લીધી છે. થોડા દિવસો પહેલા જ તેમને ફિલ્મ ‘ઉરી’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત, વિકી કૌશલ તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. લાંબા સમયથી ખબરો આવી રહી છે કે વિકી કેટરીના કૈફને ડેટ કરી રહ્યો છે. ક્યારેક તે બંને ડિનર પર જતા તો કેટલીકવાર તેઓ કોઈ ઇવેન્ટમાં એક સાથે જોવા મળે છે.

Image Source

હજી સુધી બંને સ્ટાર્સે તેમના રિલેશનશિપ વિશે કંઇ કહ્યું નહોતું. હવે લાંબા સમય પછી વિક્કીએ કેટરીના સાથેના તેના સંબંધ વિશે એક નિવેદન આપ્યું છે. ડેક્કન ક્રોનિકલને આપેલા ઇન્ટરવ્યૂમાં વિકીએ કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે આ અંગે કોઈ સ્પષ્ટતાની જરૂર છે. હું એટલું જ કહીશ કે હું મારા અંગત જીવન વિશે વધારે બોલતો નથી, પણ હું જૂઠું નહિ બોલું.’

Image Source

‘જો હું એક જુઠાણું બોલીશ તો મારે તેને છુપાવવા માટે ઘણા વધુ જૂઠ બોલવા પડશે. મારું એક પણ નિવેદન આગની જેમ ફેલાશે. જ્યારે તમે બીજી વાર મને મળશો, ત્યારે મારું નિવેદન બદલાઈ જશે અને પછી તમે વધુ પ્રશ્નો પૂછશો. પછી હું તેમને સ્પષ્ટતા કરો રહીશ.’ વિકીએ કહ્યું હતું કે જો ખુલીને કહું તો કોઈ સ્ટોરી નથી અને જ્યાં સુધી પ્રેમનો સવાલ છે તે એક ‘શ્રેષ્ઠ લાગણી’ છે.

Image Source

જણાવી દઈએ કે આ પહેલા વિક્કી ડાન્સર અને મોડેલ હરલીન શેઠીને ડેટ કરી રહ્યા હતા. થોડા સમય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપ પછી હરલીને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતી ઘણી પોસ્ટ્સ કરી હતી. જો કે આ વિશે હરલીન અને વિક્કી તરફથી કોઈ નિવેદન આવ્યું ન હતું.

Image Source

તો બીજી તરફ કેટરીના કૈફની વાત કરવામાં આવે તો તે રણબીર કપૂરને ડેટ કરી રહી હતી. બંનેનો પ્રેમ એક ખરાબ મુકામ પર આવીને ખતમ થયો હતો. ખબરો અનુસાર, કેટરીના રણબીર સાથેના બ્રેકઅપ પછી ખૂબ જ દુઃખી હતી, જેનો ઉલ્લેખ ઘણીવાર કેટરીનાએ પણ પોતાના ઇન્ટરવ્યૂમાં કર્યો છે. જો કે હવે રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.