સાત સમુદ્ર પાર ફરી નીકળ્યો વિક્કી કૌશલનો વરઘોડો, અભિનેતાએ ફરી વખત કર્યા લગ્ન? હવે કેટરીનાનું શું થશે…જુઓ વીડિયો
બોલિવૂડના ફેમસ કપલમાંથી એક કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને એટલી બધી ગમતી હોય છે કે તેની દરેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે. સલમાન ખાન, અનન્યા પાંડે, શાહિદ કપૂર અને શરવરી વાઘથી લઈને ટાઇગર શ્રોફ, સારા અલી ખાન, એશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન સુંધી બધા સેલેબ્સે IIFA એવોર્ડના દિવસે ધૂમ મચાવી હતી.
તેમાંથી એક વિક્કી કૌશલ છે જેણે પણ IIFA એવોર્ડ ફંક્શનમાં શિરકત આપી હતી. આ દરમ્યાન તેણે જીવન વિશે ખુલીને વાત કરી હતી કે કેટરીના કૈફ સાથે લગ્ન થયા બાદ તેની જિંદગીમાં કેટલો બદલાવ આવી ગયો છે. થોડા દિવસો પહેલા જ વિક્કી કૌશલે દુબઇમાં થયેલ IIFA એવોર્ડમાં ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં વિક્કી કૌશલ એકલા જ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ એવોર્ડથી જોડાયેલ ઘણી બધી પોસ્ટ સામે આવી રહી છે. એક એવો જ વીડિયો બોલિવૂડ સેલેબ્સ IIFA એવોર્ડ 2022માં વિક્કી કૌશલનો વરઘોડો નીકળતા નજર આવ્યા હતા.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ આ પહેલો મોકો હતો જયારે વિક્કી કોઈ એવોર્ડ શોનો ભાગ બન્યો હતો. તેવામાં IIFA 2022માં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ એવોર્ડ શોથી સામે આવેલા એક વીડિયોમાં જેનેલિયા ડિસૂઝા, મનીષ પોલ, તમન્ના ભાટિયા અને કૃતિ સેનન સાથે તમામ લોકોએ મળીને વિક્કી કૌશલનો વરઘોડો નીકળ્યો અને કેટરીના કૈફની એક તસવીરની સાથે તેના લગ્નની કેટલી વિધિ પણ કરાવી હતી. વાયરલ થઇ રહેલા આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
IIFA 2022માં વિક્કી કૌશલને બેસ્ટ અભિનેતાનો ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ લેતી વખતે વિક્કી કૌશલે તે બધા લોકોને યાદ કર્યા જેના કારણે તે અહીંયા સુધી પહોંચી શક્યો હતો અને જે લોકો તેને અત્યાર સુધી પણ સપોર્ટ કરી રહ્યા છે. આ દરમ્યાન વિક્કી કૌશલે કેટરીના કૈફને મારી સુંદર પત્ની કહીને સંબોધિત કર્યું હતું. IIFA 2022ના બેસ્ટ અભિનેતાનું ખિતાબ વિક્કી કૌશલને તેની ફિલ્મ સરદાર ઉધમ માટે મળ્યો હતો.