વિક્કી અને કેટરિનાના લગ્નમાં આ ખાસ જગ્યાએ મહેમાનો માટે આવી છે મીઠાઈ, ખુબ જ ખાસ છે મેનુ, જુઓ તસવીરો

રાજસ્થાનની ધરતી ઉપર બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓના લગ્ન યોજાયા છે, ત્યારે હવે આ લગ્નોમાં વધુ એક નામ અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફનું જોડાઈ રહ્યું છે. તેમના લગ્નની ખબરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયેલી છે. વિક્કી અને કેટરીનાએ તેમના લગ્નને ખુબ જ ખાનગી રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની સાથે જોડાયેલી અપડેટ સામે આવતી રહે છે.

ખબર પ્રમાણે વિકી અને કેટરીના સાથે તેમનો પરિવાર પણ રાજસ્થાનમાં પહોંચી ગયો છે. એવામાં હવે તેમના લગ્નના મેનુમાં પીરસવામાં આવનારી મીઠાઈ વિષે પણ માહિતી સામે આવી છે, વિકી અને કેટરીનાના લગ્નની અંદર તમામ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન પીરસવામાં આવશે.

સવાઈ માધોપુરની સૌથી લોકપ્રિય મીઠાઈની દુકાન ‘જનતા જોધપુર સ્વીટ હોમ’માં પણ છેલ્લા પાંચ દિવસથી સતત તમામ પ્રકારની મીઠાઈઓ સપ્લાય કરવામાં આવી રહી છે અને આજે કાલે અને લગ્નના દિવસે પણ ઓર્ડર મળ્યા છે.

વિકી અને કેટના લગ્નને લઈને એબીપી ન્યુઝ દ્વારા આ દુકાનના માલિક કૈલાશ શર્માએ સાથે વાત કરતા મીઠાઈના નામ સાથે જણાવ્યું કે લગ્નમાં તેમની પાસેથી શું ડિલિવરી કરવામાં આવશે.

કૈલાશ શર્માએ ડિસ્પ્લેમાં તે તમામ મીઠાઈઓની કાજુ પાન ડ્રાયફ્રૂટ, ગુજરાતી બકવાલા, પંચમેવા ડ્રાયફ્રૂટ લાડુ, ડ્રાયફ્રૂટ ચોકલેટ બાઈટ્સ (વિવિધ ફ્લેવર), અંજીર કતરી, માવા કચોરી એક પછી એક જણાવતા તેની ખાસિય વિશે જાણકારી આપી હતી.

દુકાનના માલિક કૈલાશ શર્માએ ડિસ્પ્લેમાં જોવા મળતી મીઠાઈઓ સિવાય અન્ય પ્રકારની મીઠાઈઓ અને ખમણ ઢોકળા, દાળ કચોરી, મગ અને ગજરના હલવા સહિતની મીઠાઈઓના નામનો ઉલ્લેખ કર્યો હતો.

માલિકે કેટરિના અને વિકીના લગ્નમાં મીઠાઈ પહોંચાડવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે તેમને કોઈ સેલિબ્રિટીના લગ્નમાં મીઠાઈ પહોંચાડવાનો મોકો મળ્યો છે.

Niraj Patel