નાના ટૂંકા ટૂંકા સ્કર્ટમાં સાસુ-સસરા અને પતિ વિક્કી સાથે ડિનર ડેટ પર સ્પોટ થઇ કેટરીના કૈફ, જોવા મળ્યો હોટ અવતાર

બોલિવૂડના સૌથી રોમેન્ટિક અને પાવર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલને એકસાથે જોવા એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. ધમાકેદાર હોળીની ઉજવણી પછી, બીટાઉનના આ ક્યુટ કપલ પરિવાર સાથે જોવા મળ્યા હતા. કેટરીના કૈફ અને વિક્કી કૌશલે તેમની લગ્ન બાદની પહેલી હોળીની ઉજવણી પરિવાર સાથે કરી હતી અને તે બાદ પરિવાર સાથે ડિનરની મજા પણ માણી હતી. તેઓને બે ત્રણ દિવસ પહેલા શનિવારની રાત્રે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર પરિવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. કેટરીના અને વિક્કી બંનેને એકસાથે જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા.

કેટરિના અને વિક્કીના પરિવાર સાથેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. વિક્કીના માતા-પિતા તેમજ ભાઈ સની કૌશલ પણ જોવા મળ્યો હતો. આ ડિનર ડેટ માટે કેટરીનાની માતા પણ હાજર રહી હતી. આ દરમિયાનનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, વીડિયોમાં સાસુ-સસરા સાથે કેટરિના કૈફનું ખાસ બોન્ડ જોઇ શકાય છે.

ડિનર નાઈટ પર કેટરિના કૈફનો લુક ઘણો આકર્ષક હતો. ડિનર નાઈટ પર એક્ટ્રેસ ફુલ ડેનિમ લુકમાં જોવા મળી હતી. કેટરિનાએ ડેનિમ શર્ટ સાથે ડેનિમ સ્કર્ટ કેરી કર્યો હતો. કેટરિના લાઇટ ગ્લોઇંગ મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ વિક્કી કૌશલ બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. વિક્કી કૌશલ તેના પરિવારની સાથે સાથે પત્ની કેટરિના કૈફના પરિવારનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

આ દરમિયાન વિક્કી તેની સાસુ સાથે ફોટો ક્લિક કરતો જોવા મળ્યો હતો. વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પરિવાર સાથે ફોટા ક્લિક કરાવ્યા હતા, જેની ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ફોટોમાં કેટરીના કૈફના ચહેરા પર અલગ જ ખુશી દેખાઈ રહી છે. કેટરીના કૈફ વિકી કૌશલ સાથે તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે.બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરિના કૈફે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલી હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં 9 ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજ અનુસાર વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.

કેટરિના કૈફનો પરિવાર પણ આ દિવસોમાં મુંબઈમાં છે તેથી શનિવારે રાત્રે વિકી કૌશલ અને  કેટરિના કૈફ પરિવાર સાથે ડિનર પર પહોંચ્યા હતા.બધાએ સાથે મળીને ડિનર માણ્યું હતું અને આ દરમિયાન તેમની તસવીરો પેપરાજીઓએ કેપ્ચર કરી હતી.કેટરિના કૈફ જ્યારે ડિનર માટે પહોંચી ત્યારે કેટરિનાની માતા પણ તેની સાથે જોવા મળી હતી.જ્યારે આ તસવીરોમાં કેટરિના કૈફની સ્ટાઈલ જોવા જેવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં ડિનર માટે પહોંચેલી કેટરિના કૈફ સુંદર લાગી રહી હતી. તેણે ડેનિમનો શોર્ટ ટ્યુનિક સ્ટાઇલ આઉટફિટ પહેર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળશે. ત્યાં, કેટરિના મેરી ક્રિસમસમાં જોવા મળશે. આ સિવાય અભિનેત્રી પાસે ફોન ભૂત અને ટાઇગર-3 જેવી ફિલ્મો પણ છે.

Shah Jina