ખબર

અમદાવાદની આ મહિલા નીકળી માથાભારે, પોતાના ઘરે લોકોને દારૂ પીવા બોલાવતી અને પછી કરતી એમની સાથે એવો કાંડ કે પોલીસ પણ….

ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમાં પણ સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય. હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં ક્રાઇમબ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં એકથી બેગમની રિવોલ્વર, કર્તીઝ સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ધરપકડમાં આવેલી મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે કાર્ટિઝ, સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલ છે. આ તમામ મુદ્દામાલ ચોરીનો છે. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન 314/2માં સર્ચ કરતા એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કારટિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ 11 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જયારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા આરોપી ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારાની તમામ મુદ્દામાલ વિશે સઘન પૂછપરછ કરી ત્યારે ચોકાવનારી વિગતો સામે આવી હતી. ઈમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કાર્ટીઝ મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમારે આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરતા મૃતક સાસુ અને દિયર ઘરફોડ ચોરી કરતા હતા.

આ ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ મહિલા આરોપીને સાચવવા માટે આપ્યો હોવાનું પોલીસ સામે કબુલાત કરી છે. તેમાં સાસુ શોભા પરમાર 2003માં અને દિયર 2010માં મૃત્યુ પામ્યા છે. છેલ્લા 10 વર્ષથી રિવોલ્વર અને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હોવાની આરોપી મહિલાએ કબૂલાત કરી છે.

મહિલા આરોપીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને જણાવેલી થીયેરી શંકાસ્પદ લાગતા રિવોલ્વર, સોનાના હાર અને 7 મોબાઈલ અંગે તાપસ હાથ ધરી હતી. જેમાં કુબેર નગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉંચા ભાવે વેચવાના ઇરાદેથી મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર નંબર પરથી મૂળ માલિક સુધી પહોંચવા માટેની તૈયારીઓ હાથ છે.