BREAKING: દિગ્ગજ અભિનેત્રીનું 77 વર્ષની ઉંમરે થયું નિધન, મોટી મોટી હસ્તીએ જતાવ્યુ દુખ

મનોરંજન જગતમાંથી જ્યાં એકબાજુ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યાં દુખના પણ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ બોલિવુડ અભનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની દુનિયામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યુ હતુ. તેમણે તેમની દીકરીનું નામ રાહા કપૂર રાખ્યુ છે. ત્યાં ફિલ્મ અભિનેત્રી બિપાશા બસુ અને પતિ કરણ સિંહ ગ્રોવરે પણ દીકરી દેવીનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે. ત્યારે હાલમાં દિગ્ગજ ઉડિયા અભિનેત્રી ઝરણા દાસનું નિધન થયુ હોવાની ખબર સામે આવી રહી છે.

તેઓ 77 વર્ષના હતા અને લાંબા સમથી બીમાર હતી. ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં તેમના જીવનભરના યોગદાન માટે રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત જયદેવ પુરસ્કારના વિજેતા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓથી તેઓ પીડાતા હતા. 1 ડિસેમ્બરની રાત્રે તેમનું અવસાન થયું હતું. તેમનો દાસનો જન્મ વર્ષ 1945માં થયો હતો અને તેમણે 60ના દાયકામાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘શ્રી જગન્નાથ’, ‘નારી’, ‘આદીનામેઘા’, ‘હિસાબનિકસ’, ‘પૂજાફૂલા’, ‘અમદાબતા’, ‘અભિનેત્રી’, ‘મલજાન્હા’

અને ‘હીરા નૈલા’ જેવી ઐતિહાસિક ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમણે બાળ કલાકાર તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં તેઓ એનાઉન્સર પણ રહી ચૂક્યા છે. તેમણે કટકમાં દૂરદર્શનના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરેકૃષ્ણ મહતાબની જીવનચરિત્રનું પણ નિર્દેશન કર્યું હતું. આ માટે તેમના કામની પણ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેત્રીના નિધનથી માત્ર મનોરંજન જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે.

ઓડિશાના મુખ્ય પ્રધાને અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને લખ્યું, ‘સુપ્રસિદ્ધ ઉડિયા અભિનેત્રી ઝરણા દાસના નિધન વિશે જાણીને દુઃખ થયું. ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

Shah Jina