ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, લત્તા મંગેશકર અને બપ્પી લહેરી બાદ હવે આ દિગ્ગજ અભિનેત્રીનું થયુ નિધન

છેલ્લા કેટલાક સયમથી મનોરંજન જગતમાંથી અનેક દુખદ ખબર સામે આવી છે. છેલ્લા દિવસોમાં આપણે બે મહાન સિંગરને ગુમાવ્યા છે. સ્વર કોકિલા અને ભારત રત્ન લત્તા મંગેશકરના નિધન બાદ ચાહકો આ શોકમાંથી હજૂ તો બહાર આવ્યા ન હતા ત્યારે વધુ એક સમાચાર આવ્યા કે બપ્પી લહેરીનું પણ નિધન થયુ છે. ત્યારે હવે ફરી એક નિધનના સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેત્રી KPAC લલિતાનું નિધન થયું છે. મલયાલમ અભિનેત્રી KPAC લલિતા 74 વર્ષના હતા. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. લલિતાએ મંગળવારે સાંજે કેરળના ત્રિપુનિથુરામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ, લલિતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. થોડા સમય પહેલા તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રી લલિતાએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 550 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના શાનદાર અભિનય માટે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ચાર રાજ્ય પુરસ્કારો જીત્યા છે અને બે વખત શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો છે.

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને KPAC લલિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.સમાચાર એજન્સી અનુસાર, 74 વર્ષની મલયાલમ અભિનેત્રી KPAC લલિતા છેલ્લા કેટલાક સમયથી પથારીવશ હતા. લલિતાનું મંગળવારે નિધન થયું હતું. તે મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક ભરથાનની પત્ની હતી. લલિતાના પરિવારમાં તેમનો પુત્ર સિદ્ધાર્થ ભરથન અને પુત્રી શ્રીકુટ્ટી છે. KPAC લલિતાના પુત્ર સિદ્ધાર્થ ભરથન પણ મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક છે. લલિતાએ થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેમણે પોતાના દમદાર અભિનયથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું.

અભિનેત્રીએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં 1969માં KS સેતુમાધવન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કુટ્ટુકુડુમ્બમથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી. લલિતાએ 1970ના દાયકામાં થોડો સમય એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો પરંતુ 1983માં ફિલ્મ ‘કત્તાથે કિલીક્કુડુ’થી પુનરાગમન કર્યું હતું. આ ફિલ્મ લલિતાના પતિ ભરતને ડિરેક્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે લલિત ભરથન કેરળ સંગીત નાટક અકાદમીના વડા પણ હતા.

Shah Jina