મનોરંજન જગતમાંથી આવ્યા વધુ એક દુખદ સમાચાર : લત્તા મંગેશકર અને બપ્પી લહેરી બાદ હવે આ અભિનેતાએ કહ્યુ દુનિયાને અલવિદા

મનોરંજન જગતમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક દુખદ ખબર સામે આવી રહી છે. છેલ્લા થોડા જ દિવસમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીએ સ્વર કોકિલા અને ભારત રત્ન લત્તા મંગેશકરને ગુમાવ્યા છે અને તે બાદ વધુ એક સિંગર બપ્પી લહેરીનું પણ હાલમાં જ નિધન થયુ છે, ત્યારે હવે વધુ એક દુખદ ખબર સામે આવી છે. પીઢ કન્નડ અભિનેતા કલાતપસ્વી કે જેઓ શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ હતા તેમનું 19 ફેબ્રુઆરીએ નિધન થયું છે. 89 વર્ષીય અભિનેતાને 9 ફેબ્રુઆરીના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ શ્વાસની તકલીફ અને વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા. આજે સવાર સુધી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતાના અંતિમ સંસ્કાર બેંગ્લોરના વિદ્યારણ્યપુરા નિવાસસ્થાને સાંજે 6 વાગ્યા આસપાસ કરવામાં આવશે. 15 એપ્રિલ 1932ના રોજ બેંગ્લોરમાં જન્મેલા અભિનેતાને અભિનયમાં ખૂબ જ રસ હતો. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘કલાતપસ્વી’ રાજેશ તરીકે પ્રખ્યાત થયા. તેમણે 1960ના દાયકામાં સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેમણે ફિલ્મોમાં અભિનય કરી ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેઓ શરૂઆતમાં સરકારી ઓફિસોમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતા હતા. પાછળથી તેમણે શક્તિ નાટક મંડળીની રચના કરી, જેમાં ઘણા લોકપ્રિય નાટકો મંચાયા.

તેમના થિયેટર પર્ફોર્મન્સે તેમને શ્રેષ્ઠ ફિલ્મ ભૂમિકાઓ મેળવવામાં મદદ કરી. તે પીઢ દિગ્દર્શક હુન્સુર કૃષ્ણમૂર્તિ હતા જેમણે વીર સંકલ્પમાં વિદ્યાસાગરનો પરિચય કરાવ્યો હતો. તેમણે નોકરી માટે 15 દિવસની રજા માટે અરજી કરી અને મદ્રાસ ગયા. ફિલ્મમાં અભિનય કરતી વખતે તેમને ‘શ્રી રામંજનેય યુદ્ધ’ની ઓફર મળી હતી. ડૉ.રાજકુમાર શ્રી રામ હતા અને તેઓ ભરત હતા, ઉદયકુમાર અંજનેય હતા. તેમની બીજી ફિલ્મમાં અભિનય કરતી વખતે તેમને બીઆર પંથુલુજી તરફથી ‘ગંગે ગોવરી’ માટે ઑફર મળી. બહુ ઓછા લોકો જાણે છે કે એક મહાન વર્સેટાઈલ અભિનેતા હોવા ઉપરાંત, રાજેશ એક સારા ગાયક પણ હતા.

સંગીત ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો, હાલમાં કેટલાક જ દિવસ પહેલા બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું હતુ. તેમણે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ જુહુમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારબાદ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ આલોકેશ લહેરી રાખ્યું હતું. તેમના માતા-પિતા અપરેશ લહેરી અને બાંસુરી લહેરી બંને બંગાળી ગાયકો અને સંગીતકારો હતા. તેમણે પોતાના કરિયરમાં ઘણા શાનદાર ગીતો ગાયા અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું.

બપ્પી લહેરીના ઘરની વાત કરીએ તો મુંબઈમાં તેમની પાસે એક લક્ઝરી ઘર છે, જે તેમણે વર્ષ 2001માં ખરીદ્યું હતું. મળતી માહિતી મુજબ તેમના આ સુંદર ઘરની કિંમત લગભગ 3.5 કરોડ છે.બપ્પી લહેરીએ વર્ષ 2014માં, પશ્ચિમ બંગાળના સેરામપુરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, જ્યારે તેમણે એક એફિડેવિટ રજૂ કરી હતી, જે મુજબ તેમની પાસે 754 ગ્રામ સોનું હતું, જેની કિંમત (તે સમયે) 17,67,451 રૂપિયા હતી. બપ્પી લહેરીની સંપત્તિની વાત કરીએ તો મીડિયા રીપોર્ટ અનુસાર તેમની પાસે કુલ 12 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય તેમની પાસે 5 કાર હતી જેમાં BMW અને Audi સામેલ છે. તેમની પાસે 55 લાખ રૂપિયાની ટેસ્લા એક્સ કાર છે.

સેલિબ્રિટીના નેટવર્થ એટલે કે સંપત્તિની માહિતી આપનારી પોર્ટલ Caknowledge મુજબ બપ્પી દા પાસે 5 લક્ઝરી કાર હતી જેમાં BMW ઑડી શામેલ હતી. આ સાથે, બપ્પી લગભગ 4.62 કિલો ચાંદીના ઘરેણાં હતા જેની કિંમત (તે સમયે) 2,20,000 રૂપિયા હતી.એટલું જ નહીં, બપ્પી લહેરીએ હિટ ગીતોની યાદમાં પોતાના ઘરમાં ગોલ્ડ પ્લેટેડ ડિસ્ક લગાવી છે. બપ્પી લહેરી બોલિવૂડના સૌથી ધનિક ગાયકોમાંથી એક હતા. જો કે છેલ્લા ઘણા સમયથી તે બહુ સક્રિય ન હતા. જો તેમની કમાણીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે એક ગીત માટે 8-10 લાખ રૂપિયા સુધી ચાર્જ લેતા હતા.

બીજી તરફ જો તેમના લાઈવ કોન્સર્ટની વાત કરીએ તો તે એક કલાકના પરફોર્મન્સ માટે 20-25 લાખ રૂપિયા લેતો હતો. બપ્પી લહેરી બોલિવૂડના એવા પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક હતા, જેમનો ઉલ્લેખ સોનાના આભૂષણોથી લદાયેલામાં થતો. બપ્પી દાએ ​​દુનિયાને અલવિદા કહી દીધું છે.બપ્પી લહેરીના પ્રખ્યાત ગીતોમાં જીમી, જીમી, યાદ આ રહા હૈ, તમ્મા તમ્મા લોગે, દે દે પ્યાર દે, રાત બાકી બાત બાકી, ઇન્તેહા હો ગઈ, આઇ એમ ડિસ્કો ડાન્સર જેવા ગીતોનો સમાવેશ થાય છે.

Shah Jina