ખબર

બોલીવુડને હજુ એક ઝટકો, આ જાણીતા દિગ્ગજનું નિધન થતા ચાહકો રડી પડ્યા

હમણાં જ સમાચાર આવ્યા કે બૉલીવુડના મહાન પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું 82 વર્ષની ઉંમરે ગઈકાલે શનિવારે મૃત્યુ થઈ ગયું છે. હોસ્પિટલમાં સારવાર માટે એટેક આવ્યો હતો. આ પ્રોડ્યુસરને શ્વાસમાં પ્રોબ્લેમ થતા જૂહૂની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા.

જ્યાં તેમન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જોની બક્ષીના મૃત્યુ પર અભિનેતા અનુપમ ખેર અને અભિનેત્રી શબાના આજમીએ દુખ વ્યક્ત કર્યું છે. હવે વાત કરીએ જોની બક્ષીના લાંબા કેરિયર વિશે તો એમને પ્રોડ્યુસર તરીકે ‘મંજિલે ઔર ભી હૈ’(1974), ‘વિશ્વાસઘાત’(1977), ‘રાવણ’(1984), ‘મેરા દોસ્ત, મેરા દુશ્મન’(1984), ‘ફિર તેરી કહાની યાદ આઈ’(1993), કજરારે’(2010) અને ‘ભૈરવી’(1996) માં વર્ક કરેલું છે

તથા અન્ય બે ફિલ્મો ‘ડાકુ ઔર પુલિસ’(1992)અને ‘ખુદાઈ’(1994)માં ડિરેક્ટર પણ રહ્યા. તેમણે ‘હારજીત’(1990) અને ‘પાપા કહતે હૈ’(1996) જેવી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. સોશિયલ મીડિયામાં અભિનેતા અનુપમ ખેરે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે, “#JohnnyBakshiના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે.

તે મુંબઇ શહેરમાં શરૂઆતના દિવસોમાં એક નિર્માતા, મિત્ર, એક સમર્થક અને પ્રેરક રૂપે અભિન્ન હિસ્સો રહ્યા. તેમનું હાસ્ય અમુલ્ય હતું, જેણે દરેકને ખુશ કર્યા.”

શબાના આઝ્મીએ દુઃખી થઈને કહ્યું કે, ‘આજે રવિવારે મોર્નિંગમાં ફિલ્મમેકર જોની બક્ષીના નિધન વિશે જાણીને દુઃખ થયું…સ્ટાર્ટીંગના કરિયરમાં તેમની સાથે એક ફિલ્મ ‘વિશ્વાસઘાત’ કરી હતી. તેમના પરિવાર અને દોસ્તો પ્રત્યે મારી સંવેદનાઓ.’

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.