BREAKING: બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન, દુર્લભ બીમારીથી હારી ગયા, જાણીને ધ્રુજી ઉઠશો

કોરોનાકાળ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. ત્યારે અત્યાર સુધી ઘણા દિગ્ગજ સ્ટાર્સનું કોઇ બીમારીને કારણે કે હાર્ટ એટેકને કારણે નિધન થયુ છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે સમાચાર આવી રહ્યા છે કે પીઢ ફિલ્મ અને ટીવી અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. સવારે સાડા ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 79 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

અરુણ બાલીની ખરાબ તબિયતના કારણે તેમને થોડા મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરુણ બાલી માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા. માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વયંપ્રતિરક્ષા રોગ છે. આ રોગ ચેતા અને સ્નાયુઓ વચ્ચે સંચાર નિષ્ફળતાને કારણે થાય છે. અરુણ બાલી ઈન્ડસ્ટ્રીના અનુભવી કલાકાર હતા, જેમના નિધનથી દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા છે.

અરુણ બાલીના નિધનના સમાચારથી મનોરંજન ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણા સેલેબ્સે પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરુણ બાલી એક ખુશખુશાલ વ્યક્તિ અને કલાકાર હતા જેમના સ્વસ્થ થવાની અપેક્ષા હતી. પરંતુ અફસોસ, અંતે તે જીવનની લડાઈ હારી ગયા. વર્ષની શરૂઆતમાં ટીવી એક્ટ્રેસ નુપુર અલંકરે એક ઈન્ટરવ્યુમાં અરુણ બાલીની બીમારી વિશે જાણકારી આપી હતી. નૂપુર તે સમયે CINTAAની સભ્ય પણ હતી.

નુપુરે અભિનેતા પર વાત કરતા કહ્યું કે તે બરાબર બોલી શકતા નથી. પોતાના સાથી કલાકારની બગડતી હાલત જોઈને નૂપુરે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી. આ પછી અરુણ બાલીની દીકરીએ પણ પોતાની બીમારી વિશે વાત કરતા કહ્યું કે તેમને ઓટોઇમ્યુન ડિસીઝ છે.તમને જણાવી દઈએ કે અરુણ બાલીનું બોલિવૂડ ડેબ્યૂ વર્ષ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૌગંધ’થી થયું હતું.

જોકે, બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા અરુણ બાલીએ ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. અરુણ બાલીએ ટીવીમાં પોતાના અલગ-અલગ પાત્રોથી ઘણું નામ કમાવ્યું હતું. તેમણે  ‘દસ્તુર’, ‘ચાણક્ય’, ‘દેખ ભાઈ દેખ’, ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’, ‘સ્વાભિમાન’, ‘દેસ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુમકુમ – એક સુંદર બંધન’, ‘વો રહેને વાલી મહેલો કી’ અને ‘દેવોં કે દેવ મહાદેવ’ સહિત અનેક પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું.

અરુણ બાલી બોલિવૂડ ફિલ્મોમાં પણ લોકપ્રિય પાત્ર અભિનેતા રહી ચૂક્યા છે. તેમણે ‘સૌગંધ’, ‘યલગાર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘રામ જાને’, ‘પોલીસવાલા ગુંડા’, ‘સબસે બડા ખિલાડી’, ‘સત્યા’, ‘શિકારી’, ‘હે રામ’, ‘આંખે’, ‘ઝમીન’, ‘અરમાન’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘3 ઈડિયટ્સ’, ‘બરફી’, ‘ઓહ માય ગોડ’, ‘પીકે’, ‘એરલિફ્ટ’, ‘બાગી’, ‘કેદારનાથ’ ‘પાનીપત’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’માં તેમણે કામ કર્યુ હતુ.

Shah Jina