BREAKING: 82 વર્ષની ઉંમરે દિગ્ગજ અભિનેતાએ દુનિયા છોડી દીધી, હમ દિલ દે ચુકે સનમમાં લોકોએ ખુબ વખાણ કર્યા હતા

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા જ એક ખબર સામે આવી હતી, કે બૉલીવુડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું હતું, પરંતુ તે માત્ર એક આફવા હતી. તેમની હાલત ગંભીર હતી અને તે હોસ્પિટલમાં ભરતી હતા, પરંતુ હાલ હવે ખબર આવી રહી છે કે વિક્રમ ગોખલેનું નિધન થઇ ગયું છે, જેના બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમને શ્રધાંજલિ પણ પાઠવી રહ્યા છે.

વિક્રમ ગોખલે છેલ્લા થોડા દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં ભરતી હતા. આજે શનિવારના રોજ થોડા સમય પહેલા તજ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તેમની હેલ્થ અપડેટ પણ આપવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વિક્રમ ગોખલેનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તે હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમની સારવાર ચાલી રહી છે.” પરંતુ હવે ખબર આવી ગઈ છે કે તેમનું નિધન થઇ ગયું છે.

વિક્રમ ગોખલે પૂણેમાં એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તે તેની પત્ની સાથે ત્યાં રહેતો હતો. દિવંગત અભિનેતાના પરિવારમાં, તેમના દાદી અને પિતા મરાઠી સિનેમા અને રંગમંચના જાણીતા અભિનેતા હતા. વિક્રમ ગોખલે માટે એવું કહેવાય છે કે તેમનો શક્તિશાળી અવાજ અને તેમની મોટી આંખો કોઈપણ કંટાળાજનક પાત્રમાં જીવનનો શ્વાસ લેતી હતી.

વિક્રમ ગોખલેએ 26 વર્ષની ઉંમરે 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ પરવાનાથી તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, વિક્રમ ગોખલે અગ્નિપથ (1990), હમ દિલ દે ચૂકે સનમ (1999), ભૂલ ભુલૈયા (2007) અને મિશન મંગલ (2019) સહિત વિવિધ મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં દેખાયા છે. વિક્રમ છેલ્લે શિલ્પા શેટ્ટી, શર્લી સેઠિયા અને અભિમન્યુ દસાની સાથે નિકમ્મામાં જોવા મળ્યા હતા. જે આ વર્ષે જૂનમાં રિલીઝ થઇ હતી.

Niraj Patel