મનોરંજન

વધુ એક અભિનેતાને ભરખી ગયો કાળમુખો કોરોના, 71 વર્ષની ઉંમરે દુનિયામાંથી લીધી વિદાય

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર  દેશની અંદર પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ તેની ચપેટમાં આવવા લાગ્યા છે. ત્યારે  કોરોનાના કારણે ઘણા કલાકારો જીવ પણ ચાલ્યો ગયો છે.

હાલ મળતી ખબર પ્રમાણે કોરોનાથી પીઠ અભિનેતા અને નિર્માતા  લલિત બહલનું નિધન થયું છે. તેમના દીકરા નિર્દેશક કાનુ બહલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. બહલે “તિતલી” અને “મુક્તિ ભવન” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

લલિત બહલની ઉંમર 71 વર્ષની હતી. તેમને ગયા અઠવાડીએ કોરોના સંક્ર્મણ થવાની પુષ્ટિ થઇ હતી અને તેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમને જીવનના છેલ્લા શ્વાસ લીધા હતા.

તેમના દીકરા કાનુએ મીડિયાને જણાવ્યું હતું કે “શુક્વારે બપોરે તેમનું નિધન થઇ ગયું. તેમને પહેલા હૃદય સંબંધી સમસ્યા હતી અને ફરી કોરોના પણ થયો. જેના કારણે તેમની તબિયત બગડી ગઈ. તેમના ફેફસામાં સંક્ર્મણ હતું. તેમની જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમની તબિયત વધારે બગડતી ગઈ.”