રસોઈ

સાંજના નાસ્તામાં કે પછી સવારના બ્રેકફાસ્ટમાં ઘરે બનાવો સ્પેશિયલ સેવઈ ઉપમા …રેસિપી વાંચો ક્લિક કરીને

સેવઈ ઉપમા (Vermicelli Upma) એ ભારતીય બ્રેકફાસ્ટની સૌથી સરળ ને ટેસ્ટી રેસીપી છે. જેને તમે થોડા જ સમયમાં આસાનીથી ઘરે બનાવી શકાય છે. આ સ્વાદિષ્ટ ઉપમાને તમે સાંજે સ્નેકસમાં કે પછી સવારનાં હેલ્ધી નાસ્તામાં બનાવી શકો છો. તો ચાલો આજે જોઈએ સ્વાદમાં મજેદાર સેવઈ ઉપમા કેમ બનાવી શકાય એની પરફેક્ટ રેસીપીને.

સેવઈ ઉપમા બનાવવા માટેની સામગ્રી :

 • 2 કપ, સેવઈ,
 • 2 ચમચી, તેલ,
 • 1 ચમચી, રાઈ,
 • 1 ટીસ્પૂન અડદની દાળ,
 • ¼ કપ શીંગદાણા,
 • 2-3, મીઠાં લીંમડાના પાન,
 • 1, ઝીણી સમારેલી ડુંગળી,
 • 1 કપ, ઝીણાં સમારેલા ટમાટર,
 • ¼ કપ લીલાં વટાણા,
 • ¼ કપ, સમારેલાં ગાજર,
 • ¼ કપ, સમારેલાં બટાકા,
 • સ્વાદઅનુસાર મીંઠું,
 • લીંબુનો રસ.

રીત :

સેવઈ ઉકાળવાની રીત :

સૌ પ્રથમ પાણી એક પેનમાં ગેસ ઉપર પાણીને ઉકળવા મૂકો. પાણી ઊકળે એટલે, એમાં સેવઈ ઉમેરી દેવાના છે. હવે એને 10 મિનીટ સુધી ઉકળવા દેવાની છે. હવે ઉકાળીને તૈયાર થયેલ સેવાને એક કાણાંવાળી ડીશમાં કે ભાત ઓસાવવાની જાળીમાં કાઢી લો. એમાં એક ચમચી તેલ ઉમેરી દેવું જેથી તૈયાર થયેલ સેવ એકબીજાને ચોંટી ન જાય.

ઉપમા બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઈને ગેસ પર ગરમ કરીને એમાં થોડું તેલ એડ કરો. જેવુ તેલ ગરમ થાય કે તરત એમાં અડદ દાળને ઉમેરી થોડી સાંતળવા દો. હવે એમાં મગફળીનાં દાણા ઉમેરી થોડાં ફ્રાય કરો. પછી એમાં ડુંગળી ને લીમડાના પાન એડ કરી ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો.

હવે એમાં સામગ્રીમાં બતાવેલ બધા જ શાકભાજીને એક પછી એક એડ કરતાં જવું. પછી એમાં મીંઠું, અને બધો મસાલો ઉમેરી સરસ રીતે ચમચાથી મિક્સ કરો. પછી થોડીવાર માટે એને ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ બધા જ શાકભાજી અધકચરા બફાઈ જાય એટલે, તૈયાર કરેલ સેવઇને એમાં સરસ રીતે મિક્સ કરો ને ચમચાથી હલાવી નાખો. થોડીવાર પછી એમાં લીંબુનો રસ ઉમેરી હલાવી નાખો.

હવે, તૈયાર સેવઈ ઉપમાને કોથમીરથી ગાર્નિશ કરીને એક બાઉલમાં કાઢીને ગરમા ગરમ ચા- કોફી સાથે સર્વ કરો

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ