ખબર

આ પરિણીત પુરુષે માલિકની દીકરી સાથે અફેર કરીને 3-3 વાર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા કરી નાખી યુવતીની દર્દનાક હાલત

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર નાની સગીરાઓને ફસાવી યુવકો પોતાની હવસ સંતોષતા હોય છે અને પછી તેમને તરછોડી દેતા હોય છે. ઘણીવાર યુવકો દ્વારા યુવતિઓને લગ્નની લાલચ આપવામાં આવે છે અને તે બાદ તેમની સાથે શરીર સુખ માણી પછી તેમને તરછોડી દેવામાં આવે છે. જો કે, ઘણીવાર આવા કિસ્સાઓમાં યુવતિઓને ગર્ભ રહી જતા આવી ઘટના સામે આવ્યા બાદ પોલિસ સ્ટેશનમાં જતી હોય છે. હાલમાં દુષ્કર્મનો કિસ્સો વેરાવળમાંથી સામે આવ્યો છે.

વેરાવળ પોલીસ સ્ટેશનમાં 23 જુલાઈના રોજ એક ગુનો નોંધાયો હતો અને તેના અનુસંધાને યુવક જે હોડીમાં માછીમારની મજુરીએ આવતો હતો તેના માલિકની દીકરી સાથે સંપર્ક કેળવી તેણે પહેલા તો મિત્રતા કરી અને પછી લગ્નની લાલચ આપી તેના કાકીના ઘરે કોઇ ન હોય ત્યાં લગ્ન કરવાનું નક્કી કરવાનું કહી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પણ તેણે 3 વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમિયાન યુવતિને ગર્ભ રહી જતા લગ્ન કરવાનું કહ્યું. ત્યારે આરોપી રાજુએ કહ્યું હતું કે, મારા લગ્ન થઈ ગયા છે અને ચાર બાળકો પણ છે.

તારી સાથે લગ્ન કરવા નથી. તારે જ્યા જવુ હોય ત્યાં જા. આમ યુવતિને ગર્ભ રહી જતા અને લગ્નનું કહેતા તેણે યુવતિને તરછોડી દીધી હતી. જેને લઇ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે બાદ રાજુ જુસભ ભાડેલાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી વિરૂદ્ધ પોલીસે આઇપીસી કલમ 376, 376(2)(N) મુજબ ગુનો નોંધિયો હતો. પોલીસની સી ટીમના સ્ટાફે હ્યુમન સોર્સીસની માહિતીના આધારે આરોપી યુવક રાજુ ભાડેલાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.