વેરાવળના તબીબે કરેલા આપઘાતના કેસમાં આવ્યો એક નવો ખુલાસો, તેમના જ ખાસ મિત્રએ કહ્યું, “આ વાત મારે લોકોને કહેવી જોઈએ…” જુઓ શું કહ્યું

અઢી કરોડ ખાઈ લીધા આ મોટી હસ્તીએ ? ડોક્ટરના જૂનાગઢના મિત્રએ કર્યા ભૂતકાળના અનેક ખુલાસા- જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વેરાવળમાંથી સામે આવી હતી. વેરાવળમાં એક મોટું નામ ધરાવતા અને સેવાભાવી લોહાણા સમાજના અતુલ ચગે તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં પંખા પર લટકીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના 12 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી. જેમાં સવારે 11 વાગ્યા સુધી ડોક્ટર નીચે ના આવતા તેમનો સ્ટાફ ઉપર ગયો હતો અને ત્યાં જોયું તો તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા. જેની જાણ પોલીસને કરતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે ડોક્ટરના આપઘાતના મામલામાં પોલીસે ઊંડાણથી તપાસ પણ હાથ ધરી હતી. ત્યારે આ મામલે તેમના મિત્ર અને જૂનાગઢના રેડીયોલોજીસ્ટ ડોક્ટર જલ્પન રૂપાપરાએ પણ ખુલાસો કર્યો છે.

ડોક્ટર જલ્પને એક ચિઠ્ઠી મીડિયામાં વાયરલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ડોક્ટર અતુલ ચગ સૌરાષ્ટ્રના સૌથી જેન્ટલમેન ગણી શકાય તેવા એમડી ફિઝિશિયન ડોક્ટર હતા. તેમણે વર્ષોથી લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. તેમનામાં પરોપકારી વૃત્તિ હતી. 8-10 મહિના પહેલા જ તેઓ ડોક્ટર અતુલને મળ્યા હતા. ત્યારે તેમને પોતાની મનોવ્યથા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને ચોરવાડના નારણ ચુડાસમા પાસેથી મોટી રકમ લેવાની છે. તેઓ તેમની પાસે ઉઘરાણી કરતા હતા પરંતુ તે પૈસા પરત આપતો નહોતો.

આ મામલે ડોક્ટર જલ્પને ડોક્ટર અતુલના પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે. તેમને ડોક્ટર અતુલે જણાવ્યું હતું કે નારણ ચુડાસમા પાસે લગભગ અઢી કરોડ જેટલી રકમ તેમને લેવાની હતી. આ પૈસા નારણ પાછો ના આપતા હોવાના કારણે તે ચિંતામાં હતા અને તેમને આ વાત સામે આવવી જોઈએ એમ પણ જણાવ્યું હતું. ડોક્ટર અતુલે નારણ ચુડાસમા પાસે સિક્યુરિટી પેટે ચેક પણ લીધા હતા અને આ ચેક તેમને બતાવ્યા પણ હતા.

Niraj Patel