ખબર

આપમાં જોડાયેલા વેરાવળના નેતા પર દુષ્કર્મનો આરોપ, મોડલ બનાવવાની લાલચ આપી ગુજાર્યુ દુષ્કર્મ

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર મહિલાઓ અને યુવતિઓને લાલચ આપી તેમના પર દુશ્કર્મ ગુજારવામાં આવતુ હોય છે. હાલમાં વેરાવળમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં આપમાં જોડાયેલા ભગુ વાળા વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેઓ થોડા મહિના પહેલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અને હાલમાં આપ પાર્ટીમાં જોડાયા છે. તેમના પર આરોપ છે કે,

તેમણે યુવતીને પોતાના ફ્લેટમાં બોલાવીને પ્રસિદ્ધ કરાવવાની અને મોડલ બનાવવાની લાલચ આપી બરાત્કાર ગુજાર્યો. એક યુવતીએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફિસ ધરાવતા ભગુ વાળાએ પોતાના ફ્લેટમાં બોલાવી યુવતિને પ્રસિદ્ધ કરાવી દઈશ, મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી હતી અને બરાત્કાર ગુજાર્યો હતો.

આ ફરીયાદ યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઇ હતી અને પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. ભગુ વાળા વિશ્વાસ ફિલ્મ્સ નામની વીડિયો મેકીંગ એજન્સીના માલિક છે. તે વિશ્વાસ ફિલ્મસ નામની વીડિયો મેકિંગ એજન્સીનો માલિક હોવાથી જેથી યુવતીને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીએ આક્ષેપ કર્યો છે.