સંસ્કારી નગરી વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે પાર કરી શરમની તમામ હદો, સ્વિમિંગ શીખવા આવનાર પરણિતા સાથે બાંધ્યા સંબંધો અને વીડિયો કર્યો વાયરલ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડછાડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણી મહિલાઓ અને છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે સંબંધો બાંધવામાં  આવે છે અને પછી તરછોડી પણ દેવામાં આવે છે. હાલ એવી જ એક ઘટના  વડોદરામાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ વેરાવળની પરણિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ પહેલા જ આ મહિલાનો ટ્રેનર સાથે  માણતો એક વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ મહિલાએ પોલીસ  ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલામાં વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર વડોદરાનો પ્રકાશ શિમ્પી નામનો સ્વિમિંગ ટ્રેનર વેરાવળની એક હોટલમાં સ્વિમિંગ કલાસ કરાવતો હતો જ્યાં આ પરણિત મહિલા પણ સ્વિમિંગ શીખવા  માટે જતી હતી, જ્યાં ટ્રેનરે તેની સાથે મિત્રતા કેળવી અને પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તેને મહિલા સાથે સંબંધો બાંધ્યા હતા.

સંબંધો બાંધવા દરમિયાન ટ્રેનરે પરણિતા સાથેની અંગત પળોનો વીડિયો પણ  બનાવી લીધો હતો. જેના બાદ પરણિતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર સંબંધો બાંધતો રહ્યો હતો.  આખરે જયારે પરણિતાએ સંબંધો  બાંધવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા ટ્રેનરે મહિલાનો વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વીડિયો પરણિતાના દીકરા અને પતિના મોબાઈલમાં આવતા પરણિતાએ સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પ્રકાશની વડોદરા ખાતેથી ધરપકડ કરી લીધી હતી.

Niraj Patel