શુક્રનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર 2025ના રોજ થનારા આ ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં અદભૂત બદલાવ આવવાનો છે. શુક્રને પ્રેમ, આનંદ, વૈભવ, કલા અને સુંદરતાનો ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે તે પોતાના જ શાસિત નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે તેનો પ્રભાવ વધારે જોરદાર રહે છે. આ સમય ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને સર્જનાત્મકતાનો સંકેત આપનાર રહેશે.

વૃષભ: રાશિના જાતકો માટે આ ગોચર જીવન બદલાવનાર સાબિત થશે. સંબંધોમાં મીઠાશ આવશે, લાંબા સમયથી ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ દૂર થશે અને પ્રેમજીવનમાં નવી તાજગી આવશે. બિઝનેસ અને રોકાણના ક્ષેત્રમાં સારા અવસર મળશે, નફામાં વધારો થવાની સંભાવના છે. વૈવાહિક જીવનમાં સુખદ ક્ષણો આવશે અને ધનપ્રાપ્તીથી વૈભવમાં વધારો થશે.

મિથુન: રાશિના જાતકોને પણ આ સમય સારો સાબિત થવાનો છે. ખાસ કરીને મીડિયા, સંદેશાવ્યવહાર, લેખન અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા અવસર મળશે. વિદેશ પ્રવાસ અથવા અભ્યાસ માટે તકો મળશે, જેના કારણે જીવનમાં નવી દિશા ખુલશે. સંબંધોમાં સહયોગ અને સુમેળ વધશે, જ્યારે સર્જનાત્મકતા અને બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થશે.

સિંહ: રાશિના જાતકો માટે શુક્રનો આ ગોચર આત્મવિશ્વાસ વધારનાર સાબિત થશે. કલા, સંગીત, ફિલ્મ અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટી સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે, પ્રેમ અને વૈવાહિક જીવન વધુ સુખદ બનશે. માન-સન્માનમાં વધારો થવાથી સમાજમાં ઓળખ મજબૂત બનશે.

તુલા: રાશિના જાતકોને પણ આ ગોચર અનુકૂળ રહેશે કારણ કે શુક્ર તેમનો સ્વામી ગ્રહ છે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે, નવા લોકો સાથે સંબંધો બંધાશે અને કરિયર તથા બિઝનેસમાં પ્રગતિ થશે. પ્રેમજીવનમાં સફળતા મળશે અને વૈવાહિક જીવન આનંદમય બનશે.

મીન: રાશિના જાતકો માટે આ ગોચર આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ લાવનાર રહેશે. સંગીત, કલા અને સર્જનાત્મક ક્ષેત્રમાં સારા અવસર મળશે, સંબંધોમાં ખુશી અને સંતુલન વધશે. જીવનમાં નવી ઊર્જા આવશે અને ભાવનાત્મક રીતે સંતુલિત થવાની તક મળશે.
આ રીતે, શુક્રનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ખાસ કરીને વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મીન રાશિના જાતકો માટે સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલો સમય લઈને આવનાર છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
