જ્યોતિષ શાસ્ત્ર

તુલા રાશિમાં શુક્રનું થશે રાશિ પરિવર્તન, આ બધી રાશિઓને અઢળક ફાયદો થશે- જાણો તમારી રાશિ વિશે

શુક્ર ગ્રહ તુલા રાશિમાં 4 ઓક્ટોબરથી પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તુલા રાશિમાં જે સ્થાને બુધ પહેલેથી જ બિરાજમાન છે તે સ્થાન પર શુક્ર પ્રવેશ કરશે. બંને એકબીજા સાથે સંધિ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તુલા રાશિમાં શુક્ર અને બુધની આ સંધિ ખુબ જ સારી માનવામાં આવે છે. શુક્ર તુલા અને વૃષભ રાશિના સ્વામી છે.

Image Source

શુક્રના યોગદાન વગર સુષ્ટિના સર્જનની કલ્પના પણ ન થઇ શકે. તેનું અસ્ત, ઉદય અને રાશિ પરિવર્તન એક મોટી ઘટનાની જેમાં જોવામાં આવે છે. જન્માક્ષરમાં શુક્ર પરથી વ્યક્તિની પારિવારિક જીવન, સામાજિક જીવન, સામાજિક અસ્તિત્વ અને આધ્યાત્મિક જીવન વગેરે વિશે કહી શકાય છે. તો ચાલો જાણીએ કે બુધ અને શુક્રની સંધિની બધી રાશિ પર શું અસર થશે.

1. મેષ – અ,લ,ઈ (Aries):

આ રાશિના સાતમાં સ્થાને શુક્રના પ્રવેશથી ખુબ જ લાભ થશે. માંગલિક કાર્યનો શુભ સમય આવશે. લગ્નમાટે ચાલતી વાતોમાં સફળતા મળશે . જો તમે ધંધો કરતા હશે તો આવકમાં વધારો થશે. મહિલાઓમાટે આ ખુબ જ ફાયદાકારક રહેશે.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
કાર્યક્ષેત્રની દર્ષ્ટિએ આ સંધિ ખુબ જ શુભ રહેશે, પરંતુ વૈભાવીક વસ્તુઓ પર વધારે ખર્ચો થશે. ભાગદોડ કરવી પડશે. ઉધાર લેવડ-દેવળ અને ગુપ્ત શત્રુઓથી બચવાનો પ્રયાસ કરવો. કામમાં પોતાની વાણીનો સમજી વિચારીને ઉપયોગ કરવી.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
મિથુન રાશિના લોકોને પરીક્ષામાં સારી સફળતા મળશે. સંતાનની પ્રાપ્તિ અથવા પાદુર્ભાવ યોગ બન્યો રહેશે. લગ્નની બાબતમાં સફળતા મળશે. સરકારી નોકરીમાટે પ્રયાસ કરતા હોય તો તેમાં પ્રણામ સારું આવશે.

4. કર્ક – ડ,હ (Cancer):
આ રાશિના ચોથા સ્થાને શુક્ર અને બુધની સંધિ માનસિક અને પારિવારિક ચિંતાઓથી મુક્તિ અપાવશે. પરિવારમાં મોટાઓનો સાથ મળશે. તમારા સ્વભાવમાં વિનમ્રતા રાખવી. નવા કાર્ય કરવા હોય તો સમયનો વ્યય ન કરો આ સારો અવસર છે.

5. સિંહ – મ,ટ (Lio):આ રાશિના લોકોએ પોતાના પરાક્રમનો પૂરો ઉપયોગ કરવો કેમ કે તેમાં સફળતા મેળવવાની સંભાવવાં વધારે છે. સફળતાનાં સાધનમાં વધારો થશે. જે લોકો તમને નીચ બતાવવાની કોશિશ કરતા હતા તે જ લોકો હવે તમારામિત્રતા કરવાનો પ્રયત્નો કરશે.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કન્યા રાશિવાળા લોકોને આ સંધિ આર્થિક મજબૂતી અપાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દુષપ્રભાવોથી બચીને રહેવું. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખીને પોતાનું કામ શાંતિ અને મધુરવાણી સાથે કરતા જાઓ. સફળતામાં વધારો થશે.

7. તુલા – ર,ત (Libra): આ રાશિના લોકો માટે આ સંધિ કોઈ વરદાનથી ઓછી નથી. કોઈ પણ રીતે માંગી વસ્તુનું કામ કરશે. સામાજિક પ્રતિસ્થમાં વધારો થશે. સમય સારો છે જો ચૂંટણી લડવાની ઈચ્છા હોય તો લડી શકો છે. સમયનો લાભ ઉઠાવો. પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આ રાશિવાળા લોકો માટે આ સંધિ ખુબ જ ખર્ચાળ રહેશે. ભાગદોડ ઉપર પણ ખુબ જ ખર્ચો થશે તેથી સ્વસ્થનું ધ્યાન રાખ જો. વિદેશ યાત્રા અથવા ફરવા જવાનો યોગ છે. ગુપ્ત શત્રુઓથી બચવું, કોર્ટ કચેરીનો મામલો બહાર જ નિપટાવી લો તો સારું થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના આવકના ભાવમાં શુક્રના જવાથી તે ખુબ જ ફાયદામંદ સાબિત થશે. આવકના સાધનમાં વધારો થશે. આર્થિક તંગી દૂર થશે. જો તમે કોઈ કરાર કરવા મેળવવા માંગતા હોવ તો આ સારો સમય છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિવાળા લોકો કોઈ સમૃદ્ધિશાલી વ્યક્તિ અથવા સંસ્થાથી લાભ થઇ શકે છે. ઉંચ્ચઅધિકારી સાથે સારા સંબંધ બનાવી રાખજો નોકરી કરતા લોકો માટે આ સારો સમય છે. નોકરીમાં ઉચ્ચ પદવી અને લગ્નની બાબતમાં સારા પરિણામ આવી શકે છે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
કુંભ રાશિમાં ભાગ્ય ભાવમાં શુક્ર અને બુધની સંધિ કોઈ વરદાનથી જેવી સાબી થશે. વિદેશ જવા માંગતા હોવ તો વીજ માટે અપ્લાય કરવું.કેટલાક એવા કામ પણ હોય છે જે થતા થતા અટકી જાય છે અથવા એવું કહે શકોને કામ પૂરું કરવામાં વચ્ચે નડતી બધી તકલીફો દૂર થશે.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આ રાશિના અષ્ટમ ભાવમાં શુક્ર અને બુધની સંધિ થોડી સારી રહેશે. તેમ છતાં પણ આર્થિક સ્થતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ષડયંત્રોના શિકાર થવાથી બચવું. કામ કરી ઘરે આવો ત્યારે પોતાને ભાવમુક્ત રાખવું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.