પીએમ કેર ફંડ્સ અંતર્ગત પંજાબમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સની ગુણવત્તાને લઈને સવાલો થઇ રહ્યા છે. ગત વર્ષેનો મોટો જથ્થો ઉપયોગમાં નથી લેવાઈ રહ્યો. તેની પાછળ ખરાબ ગુણવત્તાનું કારણ આપવામાં આવી રહ્યું છે.
ફરીદકોટની ગુરૂ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે વેન્ટિલેટર્સ AgVa Healthcare દ્વારા પીએમ કેર ફંડ અંતર્ગત પ્રદાન કરવામાં આવ્યા છે તે 80 પૈકીના 71 વેન્ટિલેટર્સ ખરાબ છે.
25 કરોડના ખર્ચે ભારત સરકાર દ્વારા ગત વર્ષે 250 વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા. તેમાના કેટલાક વાપરવાના શરૂ કરવામાં આવ્યા અને તેમાં મુશ્કેલી થવા લાગી. તેમજ કેટલાક સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડ્યા છે અને આ સાથે જ ટેક્નિશિયનની પણ તંગી છે.
ફરીદકોટ મેડિકલ કોલેજમાંં 39 વેન્ટિલેટર હતા, જેમાંથી 32 કાર્યશીલ હતા. ઘણી સંખ્યામાં વેન્ટિલેટરની કમીએ અધિકારીઓને મુશ્કેલીની સ્થિતિમાં મૂકી દીધા કારણ કે હોસ્પિટલમાં 300થી વધુ કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.