ગુજરાત દિલધડક સ્ટોરી મનોરંજન

કૂલીના શૂટિંગ દરમ્યાન ઘાયલ અમિતાભ બચ્ચનને લોહી આપનાર આ શખ્સનું 71 વર્ષની ઉંમરે અવસાન, આજીવન કર્યું સમાજસેવાનું કાર્ય

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને વર્ષ 1982માં ફિલ્મ કૂલીના શૂટિંગ દરમ્યાન ગંભીર ઇજા થઇ હતી, જે વિશે સૌ કોઈ જાણે છે. ફિલ્મના સેટ પર અચાનક જ અકસ્માતે અમિતાભને ઇજા થઇ અને તેઓ ઝોલા ખાતા જઈ પડયા જીવન મરણ વચ્ચે. જયારે તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓ મોતથી ઝૂઝી રહયા હતા ત્યારે ડોકટરેએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનને લોહીની જરૂર છે. આ જાણીને અમિતાભ બચ્ચનને લોહી આપવા માટે હોસ્પિટલમાં તેમના ઘણા ચાહકો ભેગા થઇ ગયા હતા. પણ લોકો તેમને લોહી આપી શકે એમ ન હતા.

Image Source

આ વાત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પર પણ પહોંચી અને ત્યાંના એક સભ્ય શેલિયા વેલજીભાઈ મોહનભાઈ બિગ બી માટે લોહી લઈને મુંબઈ ગયેલા અને વધુ લોહીની જરૂર હોવાથી બ્રિચકેન્ડીમાં હોસ્પિટલમાં પણ રક્તદાન કર્યું હતું. વેલજીભાઈનું લોહી અમિતાભ બચ્ચનને મેચ થતું હતું, તેમણે રક્તદાન કર્યું અને એ પછી અમિતાભનો જીવ બચી ગયો.

Image Source

બિગ બીને એ સમયે લોહી આપનાર વેલજીભાઇ શેલિયાનું 71 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. વેલજીભાઈએ માત્ર અમિતાભને જ લોહી નથી આપ્યું, પણ તેમને આખા જીવન દરમ્યાન 128 વખત રક્તદાન કરીને લોકોને પ્રેરિત કર્યા હતા. બિગ બી માટે લોહી આપનાર વેલજીભાઇનો જન્મ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે થયો હતો. તેઓ ખેતી કરવાની સાથે જ સમાજસેવા કરવા માટે પણ પ્રસિદ્ધ હતા. ગામના લોકોનું કોઈ પણ કામ હોય તો તેઓ અડધી રાતે પણ તૈયાર થઇ જતા હતા. તેમને પોતાના જીવનકાળ દરમ્યાન 128 વાર રક્તદાન કર્યું હતું અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેમના દીકરાઓના જણાવ્યા અનુસાર, તેમના પિતા પાસે કોઈ પણ મદદ માંગવા આવતું, દવાખાનાનું કામ હોય કે કોઈ બીજા કામો, તેઓ નાતજાત જોયા વિના હોઈ પણ સમયે પોતાનું કામ છોડીને લોકોની સેવામાં લાગી જતા હતા.

Image Source

ખેતીકામ કરતા અને તંદુરસ્ત જીવન જીવતા વેલજીભાઈને કોઈપણ જાતનું વ્યસન ન હતું. છેલ્લે છેલ્લે તેમને શુગરની બીમારી થઇ ગઈ હતી અને લગભગ 4 દિવસો પહેલા જ તેમના શરીરમાં શુગર ઘટી જતા તેઓ કોમામાં સરી પડયા હતા. જેને કારણે સ્થાનિક સારવાર બાદ તેમને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જો કે ઉપચાર કારગર નહિ નિવડતા 3 સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું.

Image Source

તેમના એક પરિચિતના જણાવ્યા અનુસાર, વેલજીભાઇ ક્યારેય ફિલ્મો જોતા ન હતા કે તેઓ અમિતાભ બચ્ચનના પ્રશંસક પણ ન હતા. તેમ છતાં માણસાઈ દાખવતા તેઓએ રક્તદાન કર્યું હતું. વેલજીભાઈ કોઈ પણ કલાકારોની ફિલ્મ જોતા ન હતા. અમિતાભ બચ્ચનને જયારે જાણવા મળ્યું કે વેલજીભાઈએ તેમને લોહી આપ્યું છે ત્યારે અમિતાભ બચ્ચને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,પણ વેલજીભાઇ તેમને મળવા ક્યારેય ગયા નહિ. અમિતાભ બચ્ચનની પત્ની જ્યા બચ્ચન અને ટીના મુનીમ એકવાર રાજકોટ આવ્યા ત્યારે તેમને વેલજીભાઈને સન્માનપત્ર સાથે સોનાની ગીની આપીને સન્માન કર્યું હતું. આ રીતે બચ્ચન પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજીવન સેવાનું કાર્ય કરનાર વેલજીભાઇ મૃત્યુ સુધી પ્રસિદ્ધિથી દૂર રહીને રક્તદાન અને સામાજિક સેવાના કાર્યો કરતા રહ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks