અમદાવાદમાં ગઈકાલે ચંદ્રનગર બ્રિજ ઉપર ઘટી મોટી દુર્ઘટના, એક પછી એક બાઈક ચાલકો અચાનક સ્લીપ ખાઈ ગયા, જુઓ વીડિયો

ચોમાસાની શરૂઆત હવે થવા જઈ રહી છે, જોકે, અનેક જગ્યાએ હાલ વરસાદ પણ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ વરસાદી માહોલ પણ બની ગયો છે, ત્યારે ગઈકાલે અમદાવાદમાં પણ છુટાછવાયા ઝપડા પડ્યા હતા. વરસાદ પડતા જ લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ વરસાદના માહોલમાં અકસ્માત થવાના ખતરા પણ વધ્યા છે.

ગઈકાલે અમદાવાદમાં એક એવી જ દુર્ઘટના ઘટી. જેમાં ચંદ્રનગર વિસ્તારમાં આવેલા સબર્મિત નદી ઉપર બનેલા બ્રિજ ઉપર એક સાથે ઢગલાબંધ બાઈક ચાલકો સ્લીપ ખાઈને પડી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં બાઈક સવારો સ્લીપ ખાઈને નીચે પડેલા જોવા મળી રહ્યા છે.

ચંદ્રનગર બ્રિજ ઉપર બનેલી આ ઘટનાને લઈને લોકોના અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. કોઈ એવું પણ જણાવી રહ્યું છે કે બ્રિજ ઉપર ઓઇલ ઢોળાયું હોવાના કારણે અને વરસાદ પડતા ઓઇલ અને પાણી મિક્સ થવાના કારણે બાઈક સ્લીપ ખાઈ ગયા હતા. તો કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રસ્તાના રિસરફેસ કર્યાના આરોપ લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. જો કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અંગેની કોઈ માહિતી હજુ સામે નથી આવી. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ આ ઘટનાનો વીડિયો શેર કરી અને શહેરીજનોને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઘટનાના કારણે આંબેડકર બ્રિજ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

Niraj Patel