વેજીટેરિયન કાબુલી પુલાવ રેસીપી એક સ્વાદિષ્ટ અને પ્રોટીન યુક્ત પુલાવ રેસીપી છે. તેને આપણા ઘરે પાર્ટીમાં પણ બનાવી શકીએ છીએ. આ વેજીટેરિયન કાબુલી પુલાવ અફ્ઘાનિસ્તાનના કાબુલ વિસ્તારમાં વધારે ઓળખાય છે. ઘણા પ્રકારના પુલાવ બનાવવામાં આવે છે. વેજીટેબલ પુલાવ, જોધપુરી કાબુલી પુલાવ, મટર પનીર પુલાવ, મટર પુલાવ, શાહી પુલાવ, સાદા પુલાવ વગેરે પુલાવની વાનગીઓ બને છે. અને દરેકનો સ્વાદ પણ અલગ -અલગ હૉય છે. કાબુલી ચણામાં પ્રોટીન ખુબજ વધારે હોય છે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તજ અને ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કાબુલી પુલાવને વધારે સ્વાદિષ્ટ બનાવવા હોય તો તેની સાથે વઘાર કરેલ રાયતું અને ટામેટાં અને ડુંગળી, કાકડીનું રાયતું અને પાપડ ની સાથે દિવસે જમવા મા ખુબજ સરસ ટેસ્ટ આવે છે. કાબુલી પુલાવ બનાવવા માટે કુલ 60 મિનિટનો સમય જોઈએ.
વેજીટેરિયન કાબુલી પુલાવ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ
-
- 2 કપ – ચોખા (પાણીમાં 10-15 મિનિટ પલાળીને રાખવા)2 કપ – કાબુલી ચણા અથવા છોલા, બાફેલા લેવા
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 5-6 – ડાળખી ફુદીનાની
- 2-3 – તમાલપત્ર
- 2-3 – 1 ઇંચનું તજ
- 3-4 નંગ – લવિંગ
- 2 – ઇલાઇચી ,ભૂકો કરેલો
- 1 મોટી ઇલાઇચી – ભૂકો કરેલો
- 1 મોટો ચમચો – ઘી
- મીઠું – સ્વાદ મુજબ લેવું
કાબુલી ચણાનો મસાલો બનાવવા માટે
- 2 – ડુંગળી ,જીણી સમારેલી
- 2 – ટામેટાં ,ગ્રેવી બનાવવા માટે
- 2 – મોટી ચમચી આદું અને લસણની પેસ્ટ
- 1 નાની ચમચી – પૈપરિકા નો પાઉડર
- 2 નાની ચમચી – ધાણાજીરું પાઉડર
- 1/2 નાની ચમચી – તજનો પાઉડર
- 2 નાની ચમચી – જીરું પાઉડર
- 2 નાની ચમચી – ગરમ મસાલા પાઉડર
- 1 મોટો ચમચો – ઘી
- મીઠું – સ્વાદ મુજબ
વેજીટેરિયન કાબુલી પુલાવ બનવવાની રીત જાણીએ
વેજીટેરિયન કાબુલી પુલાવ બનાવવા માટે સૌથી પહેલા કાબુલી ચણાને ધોઈને આખી રાત પલાળી લો. પછી સવારે તેને કૂકરમાં પાણી નાખીને તેમાં ચણા નાખી ત્રણ સિટી વાગે ત્યા સુધી બાફી લો. કુકરમાથી હવા નીકળી જાય ત્યા સુધી તેને બાજુમાં રહેવા દો.
પછી ચોખાને ધોઈને 10 મિનિટ સુધી રહવા દો. એક કડાઈ લઈ તેમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરો. તેમાં ડુંગળી નાખો અને તેને થોડી ગુલાબી રંગની થાય ત્યા સુધી સાંતળો. પછી ગેસ બંદ કરી સાંતળેલી ડુંગળીને એક બાઉલમાં કાઢીને અલગ રાખો.
જાડી કડાઈમાં થોડુક બીજું ઘી ગરમ કરો. તેમાં જીણી સમારેલી ડુંગળી નાખો તેને ધીમા તાપે ચડવા દો, થોડીવાર પછી તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરો અને તેને 2 મિનિટ સુધી ચડવા દો, 2 મિનિટ પછી તેમાં ટમેટાની બનાવેલ પ્યુરી નાખો અને તેને 3-4 મિનિટ સુધી ચડવા દો.
પછી તેમાં પેપરિકાનો પાઉડર અને ટીજેનો પાઉડર, જીરુનો પાઉડર, ગરમ મસાલા પાઉડર, લાલ મરચું પાઉડર ઉમેરો અને તેને મિક્ષ કરી લો. 2 મિનિટ પછી તેમાં કાબુલી ચણા ,1 કપ પાણી, અને મીઠું ઉમેરી 10-12 મિનિટ સુધી ચડવા દો. અને ચડી જાય પછી ગેસ બંદ કરી અલગ થી રહેવા દો.
હવે બીજી કડાઈ લો. તેમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં તજના ટુકડા, લવિંગ, ઇલાઇચી, મોટી ઇલાઇચી નાખો અને 10 સેકેંડ માટે ચડવા દો. પછી તેમાં ચોખા, મીંઠુ, 1-1/2 કપ પાણી ઉમેરી ઢાકી દો, અને મીડિયમ તાપે તેને 15-20 મિનિટ સુધી ચડવા દો. ચોખા ચડી ગયા પછી તેમાથી બધુ પાણી કાઢી લો અને તેને બાજુમાં રહેવા દો.
એક કડાઈમાં હવે કાબુલી ચણા નો મસાલો નાખો. તેના ઉપર અડધા ચોખા અને તળેલી ડુંગળી અને પુદીનો નાખો. પાછું તેના પર કાબુલી મસાલો, ચોખા રાંધેલ, પછી તેને ઢાકી દો અને 10મિનિટ સુધી ચડવા દો. વેજીટેરિયન કાબુલી પુલાવને વઘાર કરેલું રાયતું ,કે ટામેટાં અને ડુંગળી અને કાકડી ના રાયતા અને પાપડ સાથે ખાવાની ખુબજ મજા આવે છે.
આમ તૈયાર છે તમારા વેજીટેરિયન કાબુલી પુલાવ ની રસીપી.
અને કોઈ પણ પ્રસંગમાં તે વધારે સારું દેખાય છે. અને કાબુલી પુલાવ ખાવાના શોખીન તેનો બહુ આનંદથી મજા લે છે. અને તેને બનાવવાની દરેક સામગ્રીઓ આપણાં ઘરમાં પણ મળી રહે છે. અને તે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. અને પચવામાં પણ સહેલું પડે છે. અને તેનાથી શરીરમાં કોઈ પણ નુકશાન થતું નથી.
Author : GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’