70 વર્ષથી મંદિરનો પ્રસાદ ખાઈને રક્ષા કરતા શાકાહારી મગરનું થયું નિધન, શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યું લોકોનું ઘોડાપુર, નજારો ભાવુક કરી દેશે

ભગવાન દૂત શુદ્ધ શાકાહારી મગરમચ્છનું 75 વર્ષની ઉંમરે અવસાન, મંદિરના પ્રસાદથી જ પોતાનું પેટ ભરતો, જુઓ દર્દનાક તસવીરો

પૃથ્વી ઉપર ઘણીવાર એવા અદભુત ચમત્કારો જોવા મળતા હોય છે જેના વિશે આપણે પણ ક્યારેય કલ્પના ના કરી હોય. મગર પાણીનો રાજા કહેવાય છે અને તે એક માંસાહારી પ્રાણી છે. પરંતુ છેલ્લા 70 વર્ષથી એક મગર શાકાહારી જીવન જીવી રહ્યો હતો અને સાથે જ તે મંદિરની રક્ષા કરતો હતો.

હવે આ મગરનું નિધન થયું છે, જેને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ પણ ફરી વળ્યો છે.કેરળના ‘શાકાહારી’ મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં નિધન થયું હતું. આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું. મંદિરના પૂજારીઓ અનુસાર આ દિવ્ય મગર પોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો

અને બપોરે બહાર આવ્યો હતો. ધાર્મિક માન્યતા અનુસાર, મગર બાબિયા એ ગુફાની રક્ષા કરતો હતો જેમાં ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા. મંદિર પ્રબંધન અનુસાર, બાબીયા મંદિરનો પ્રસાદ દિવસમાં બે વખત ખાતો હતા. તેથી જ તેને શાકાહારી મગર કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં આવ્યા અને મહાત્માને પોતાની શરારતથી હેરાન કરવા લાગ્યા.

તેનાથી ગુસ્સે થઈને તપસ્વીએ તેને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધકેલી દીધો. પરંતુ જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે તે બાળકને તળાવમાં શોધ્યું, પરંતુ પાણીમાં કોઈ મળ્યું નહીં અને ગુફા જેવી તિરાડ દેખાઈ. એવું માનવામાં આવે છે કે આ જ ગુફામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા. થોડી વાર પછી એ જ ગુફામાંથી એક મગર બહાર આવવા લાગ્યો.

બાબિયા તળાવમાં રહેતા હોવા છતાં મગર માછલી અને અન્ય જળચર જીવોને ખાતો ન હતો. દિવસમાં બે વાર તે ભગવાનના દર્શન કરવા બહાર જતો અને ભક્તોને વહેંચવામાં આવતા ચોખા અને ગોળનો ‘પ્રસાદમ’ ખાતો. બાબીયાએ આજ સુધી કોઈને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી અને તે મંદિરમાં આવતા ભક્તો દ્વારા આપવામાં આવેલ ફળ વગેરે શાંતિથી ખાતા હતા.

પછી પુજારીનો ઈશારો થતાં જ તે તળાવમાં બનેલી ગુફા જેવી તિરાડમાં જઈને બેસી જતો. ત્યારે હવે મગરના નિધનને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેને અંતિમ વિદાય આપવા અને અંતિમ દર્શન માટે પણ લોકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. બાબીયાના નિધન ઉપર ઘણા મોટા મોટા લોકોએ પણ શોક વ્યક્ત કર્યો છે, સાથે જ પંડિતો દ્વારા સમગ્ર ધાર્મિક વિધિ વિધાન સાથે બાબીયાની અંતિમ ક્રિયા કરવામાં આવી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Niraj Patel