અજબગજબ

શાકભાજી સાફ કરવા શખ્સે કુકર સાથે કર્યો જુગાડ, વિડીયો થઇ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

કોરોના યુગમાં માસ્ક અને સેનિટાઈઝર લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ ‘કોવિડ 19’ નો ડર એટલો છે કે લોકો સાવચેતીના રૂપે ઘરે લાવેલી દરેક બાબતોને સ્વચ્છ કરી રહ્યા છે. કેટલાક આ માટે પાણીનો ઉપયોગ કરે છે અને કેટલાક સાબુ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શાકભાજી અને ફળોને સેનિટાઇઝ કરવાનો એક જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ જુગાડ જોઈને કહેશો કે ભારતીયો બીજે ક્યાંય આગળ હોય કે ના હોય પરંતુ જુગાડમાં આગળ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ પ્રેશર કુકરની હવાથી શાકભાજીઓને સૅનેટાઇઝ કરી રહ્યો છે.

આ વીડિયો IAS @supriyasahuias દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “શાકભાજીને સ્વચ્છ બનાવવા માટે અદ્ભુત જુગાડ!” જો કે, આ પદ્ધતિ મારા દ્વારા પ્રમાણિત કરવામાં આવી નથીજુગાડના મામલે ભારતે ક્યારેય નિરાશ નથી કર્યો. ‘


આ વિડિઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ પ્રેશર કૂકરની સીટી કાઢીને તે જગ્યાએ પાઇપ નાખે છે અને પ્રેશર કૂકરના પ્રેશરથી શાકભાજીને સેનિટાઇઝ કરવાનું શરૂ કરે છે. વ્યક્તિ કહે છે કે શાકભાજી ગરમ પાણીથી ધોઈને બગાડી શકાય છે. જો કે, વરાળ સરળતાથી બધા શાકભાજીને સ્પર્શ કર્યા વિના સાફ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.