પોલીસના ડરથી શાકભાજીની લારી વાળાએ પહેર્યું હેલ્મેટ, જયારે પોલીસે જોયું ત્યારે સર્જાયા એવા દૃશ્યો કે… વીડિયો તમારા હોશ ઉડાવી દેશે.. જુઓ

ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ ખુબ જ સજાગ છે અને કોઈ વ્યક્તિ જો ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે અને પોલીસની નજરમાં આવી જાય તો તેને દંડ પણ કરવામાં આવતો હોય છે. મેમોની બીકના કારણે લોકો નિયમોનું પાલન કરતા પણ જોવા મળે છે. ઇન્ટરનેટ ઉપર પણ ઘણા વીડિયો સામે આવે છે જેમાં ટ્રાફિકના નિયમો તોતડા લોકો અને મેમોથી બચવા માટે અલગ અલગ પેતરા અપનાવતા જોવા મળે છે.

પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોની સાથે ખુદ પોલીસ પણ હેરાન રહી ગઈ છે અને આ વીડિયો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી રહ્યો છે. એક જગ્યાએ પોલીસ ચેકીંગ ચાલુ હતું. આવી સ્થિતિમાં એક વ્યક્તિ હાથગાડી લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ જ્યારે તેની નજર પોલીસ પર પડી તો ડરના માર્યા તે વ્યક્તિએ ક્યાંકથી હેલ્મેટ લઈ લીધું. જ્યારે પોલીસે આ ઘટના જોઈ તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. તે વ્યક્તિનો વીડિયો બનાવતા તેણે પૂછ્યું કે તમે લારી ચલાવતી વખતે હેલ્મેટ કેમ પહેરો છો?

આના પર વ્યક્તિએ ખૂબ જ મીઠો જવાબ આપ્યો, જે સાંભળીને લોકો પણ પેટ પકડીને હસવા લાગ્યા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હેલ્મેટ પહેરેલો એક વ્યક્તિ પોલીસને જવાબ આપી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે પોલીસથી ડરીને આ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. પોલીસે એ પણ સમજાવ્યું કે તેઓ લારી વાળાનું ચલણ કાપતા નથી. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ભગવત પ્રસાદ પાંડે નામના પોલીસકર્મીએ ટ્વિટર પર શેર કર્યો છે. એક મિનિટની ક્લિપમાં ભાગવતને પ્રસાદ પાંડે અને અજાણ્યા શાકભાજી વિક્રેતા વચ્ચે વાતચીત કરતા જોઈ શકાય છે. જ્યારે વેચનારને પૂછવામાં આવ્યું કે તે હેલ્મેટ કેમ પહેરે છે તો તેણે જવાબ આપ્યો કે પોલીસ હેલ્મેટ વગરના લોકોને રોકે છે. જો કે, ભગવત પ્રસાદ પાંડેએ તેમને સમજાવ્યું કે તેમના જેવા ફોર વ્હીલર માટે વ્યક્તિએ હેલ્મેટ પહેરવાની જરૂર નથી. ટ્રાફિકથી બચવા માટે તેણે વિક્રેતાને ફૂટપાથ પર ચાલવા માટે પણ જાણ કરી હતી.

Niraj Patel