વાતાવરણ બદલાઈ કે ઋતુ બદલાઈ શાકભાજીના ભાવ આસમાને જતા હોય છે, પરંતુ ભારતમાં એક એવું શાકભાજી છે. જેનો ભાવ સાંભળીને તમને તમારા કાન પર વિશ્વાસ નહિ આવે.

સામાન્ય રીતે તો શાકભાજીનો ભાવ 50 રૂપિયે કિલો હોય છે. પરંતુ સીઝનની શરૂઆતમાં કોઈ નવા શાકભાજીનો બાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી જતો હોય છે. ત્યારબાદ ધીમે-ધીમે ભાવમાં ઘટાડો થયો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક શાકભાજીનો ભાવ 30 હજાર રૂપિયા કિલો છે. આજે અમને તમને આ શાકભાજી વિશેની રોચક વાતો કહીશું.

30 હજાર રૂપિયા કિલો વેચનારી આ શાકભાજીનું નામ ગુચ્છી છે. ગુચ્છીનું વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યુલેનટા છે. પરંતુ હિન્દીમાં તેનેઅ સ્પંજ મશરૂમ કહેવામાં આવે છે. આ શાકભાજી હિમાચલ, કાશ્મીર અને હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારમાં ઉગે છે. આ શાકભાજી બરફ ઓગળ્યા બાદ જ ઉગે છે. આ શાકભાજીનું ઉત્પાદન પહાડો પર વીજળીના ગડગડાટ અને ચમકથી નીકળેલા બરફથી થાય છે, પ્રાકૃતિક રૂપથી જંગલમાં ઉગનારી આ ગુચ્છી સિમલા જિલ્લાના લગભગ બધા જિલ્લામાં ફેબ્રુઆરી અને એપ્રિલ સુધી મળે છે.

હિમાચલમાં ફેબ્રુઆરી મહિના પહેલા જ ગ્રામીણ જંગલોએ આવી જાય છે. ઝાડીઓ અને ગીચ ઘાસમાં ઉગતા ગુચ્છીને ગોતવામાં તનતોડ મહેનત કરવી પડતી હોય છે. વધારે માત્રામાં ગુચ્છી મેળવવા માટે ગ્રામીણ લોકો વહેલી સવારથી જ આ કામમાં જોડાઈ જહાં જાય છે. જેનો ફાયદો એ થાય છે કે આ લોકોને વધુ નફો મળે છે. વધારે નફા માટે ગ્રામીણ લોકો આ સિઝનની રાહ જોતા હોય છે.

આ મોંઘી અને દુર્લભ અને ફાયદેમંદ શાકને મોટી-મોટી કંપનીઓ અને હોટેલ વાળા હાથોહાથ ખરીદી લે છે. આ લોકો પાસેથી મોટી-મોટી કંપનીઓ 10થી 15 હજાર કિલોમાં ખરીદી લે છે. જયારે છૂટક બજારમાં ગુચ્છીનો ભાવ 25થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. આ ગુચ્છી ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, ફ્રાંસ ઇટલી અને અન્ય દેશોમાં ભારે માંગ રહે છે.

કહેવામાં આવે છે કે, ગુચ્છી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના નિયમિત સેવનથી હાર્ટની બીમારીથી છુટકારો મેળવી શકાય છે. ગુચ્છીમાં વિટામિન બી અને ડી સિવાય સી પણ ભારે માત્રામાં હોય છે. ગુચ્છી બનાવવામાં સૂકામેવા અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.

વડાપ્રધાને તેના ફિટનેસનું રહસ્ય હિમાચલપ્રદેશના મશરૂમને બતાવ્યું હતું. મોદી ઘણા વર્ષો સુધી હિમાચલ પ્રદેશમાં કાર્યકર્તા તરીકે રહી ચુક્યા છે. મોદીજીને આ મશરૂમ એટલા માટે પસંદ છે કારણકે પહાડી વિસ્તારમાં શાકાહારી અને વધારે પ્રોટીન અને ગરમ તાસીર વાળા પદાર્થની જરૂર પડે છે. મોદી દરરોજ તો ગુચ્છીનું સેવન નથી કરતા. પરંતુ તેને સ્વીકાર્યું હતું કે તેને ગુચ્છી ઘણી પસંદ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks