ખબર

11માં ધોરણમાં ભણતા છોકરાએ કર્યો કમાલ, શાકભાજીમાંથી સળગાવે છે બલ્બ, મોબાઈલ પણ કરે છે ચાર્જિંગ

ફળ અને શાકભાજી ખાવાના કારણે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, એવું આપણે બધા જ માનીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફળો અને શાકભાજીમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે ? માનવામાં ભલે ના આવે પરંતુ આ સાચું છે. અને કામ કરી બતાવ્યું છે 11માં ધોરણમાં ભણતા એક છોકરાએ.ઝારખંડના ચક્રધરપુરમાં રહેવા વાળા એક યુવકે આ કારનામુ કરી બતાવ્યું છે. જેને જોઈને લાગે છે કે આપણા દેશમાં પ્રતિભાની જરા પણ ખોટ નથી. આ યુવકનું નામ છે રોબિન સાહની. રોબિન ગાજર, કાકડી, લીલા મરચા, સીતાફળ જેવા ફળ અને શાકભાજીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે છે.

રસાયણ અને ભૌતિક વિજ્ઞાનના મિશ્રણથી રોબિન સાહની શાકભાજી અને ફળોમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો દાવો કરે છે. તેની આ વૈજ્ઞાનિક જાદુગરીના લોકો દીવાના બની ગયા છે. શાકભાજી અને ફળોમાંથી બલ્બ કેવી રીતે સળગે છે તે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

Image Source

રોબિન સાહનીનું કહેવું છે કે શાકભાજી અને ફળોની અંદર બેટરી જેવા ગુણ રસાયણ રહેલા છે. ફક્ત તેને ભૌતિક અને રસાયણ વિજ્ઞાનની પદ્ધતિને અપનાવીને કોપર અને ઝીંકની પ્લેટથી કનેક્ટ કરીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ.આ કોઈ જાદુગરી નથી પરંતુ વિજ્ઞાનના રસાયણિક પ્રયોગની વિધિની રમત છે. શાકભાજી અને ફળોમાં મળનારા રસાયણ પદાર્થ વીજળીના ઉત્પાદનમાં મદદ કરે છે. રોબીને અત્યારસુધી જેટલા પણ પ્રયોગ કર્યા છે તેની પ્રયોગ વિધિ લખીને એક દસ્તાવેજ પણ તૈયાર કર્યો છે.

રોબિન ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે, તેનું સપનું વૈજ્ઞાનિક બનવાનું છે. હાલ તે દરભંગામાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે વૈજ્ઞાનિક પદ્ધતિઓ રસાયણિક પ્રયોગ વિધિ દ્વારા કંઈક નવું કરતો રહે છે. આજ કારણે તેને શાકભાજી અને ફળોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની સફળતા મળી. રોબીનનું ઘર પણ ખુબ જ નાનું છે. આ નાના ઘરની અંદર તે તેના પિતા ઉપરાંત એક ભાઈ અને ચાર વર્ષની બહેન સાથે રહે છે. તેના પિતા મજૂરી કરી અને ગામ ગામ ફરી દેશી ચ્યુઇંગમ વેચી અને ઘર ખર્ચ ચલાવે છે.