હેલો ફ્રેન્ડસ,🙋♀️
મેગી એક એવો સ્નેક્સ છે કે નાના થી લઈને મોટા સુધી બધા ને ખુબ ભાવતી હોય છે..🍝🍝
ચાહે એ નાના બાળકો હોય કે પછી હોસ્ટેલ સ્ટુડન્ટસ હોય કે પછી વર્કિંગ વુમન/મેન હોય..!!
મેગી બધાની આજ સુધી બધા ની ફેવરેટ રહી છે…
તમે પણ મેગી નાં ઘણાં એવા અલગ વેરિયેશન ટ્રાય કર્યાં હશે..!! 😋 પણ આજે હું જે વેરિયેશન લાવી છું મેગી નું, એ એક્દમ અલગ છે…!! એમાં મસાલા ની સાથે સાથે બાળકો નું ફેવરેટ પનીર પણ છે..😘😋
તો ચાલો આજે ટ્રાય કરીએ મેગી નું અલગ જ પ્રકાર નું વેરિયેશન….
” વેજ પનીર મસાલા મેગી 🍝 ”
બનાવવા માટેની સામગ્રી :-
- 1 પેકેટ મેગી
- 1 સેશે મેગી મસાલા ટેસ્ટમેકર
- 200 ગ્રામ પનીર
- 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
- 1/2 કપ ઝીણાં સમારેલા ટામેટાં
- 1/2 કપ ઝીણાં સમારેલા ગાજર
- 1/2 કપ બાફેલા વટાણા
- 1 ચમચી ઝીણું સમારેલું આદુ
- 1 ચમચી ક્રશ કરેલું લસણ
- 2 ચમચી તેલ
- 1/2 ચમચી લાલ મરચું પાઉડર
- 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
- 1/4 ચમચી હળદર પાઉડર
મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવા માટે ની રીત :-
1. સૌ પ્રથમ એક પેન લો અને તેમાં બે કપ જેટલું પાણી નાખો અને પછી તેમાં 1 સેશે મેગી મસાલા ટેસ્ટમેકર નાખો અને ત્યારબાદ મેગી નાખો અને થોડી વાર ઉકળવા દો. અને આ રીત ના મસાલા મેગી તૈયાર કરો. અને સાઇડ માં રાખો.
( તમે જે રેગ્યુલર મેગી બનાવો છો એ રીત નાં જ બનાવવાની છે.
ધ્યાન રાખવું કે મેગી માં થોડું પાણી રાખવું જેથી સમય જતાં સુકાય ના જાય.) ૨.ત્યાર બાદ બીજું એક પેન લો અને તેમાં 2 ચમચી તેલ નાખો અને પનીર ના ચોરસ કટકા કરીને તેમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. અને સાઇડ માં રાખો.
૩.પછી એજ પેન માં થોડું તેલ નાખો અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું આદુ અને ક્રશ કરેલું લસણ નાંખો અને થોડી વાર સુધી સાંતળો.
4.પછી તેમાં સમારેલા ટામેટાં, ઝીણાં સમારેલા ગાજર અને બાફેલા વટાણા નાંખો અને પછી તેમાં ગોલ્ડન બ્રાઉન રંગના પનીર ક્યુબ નાંખો.
5.પછી તેમાં મસાલા ઍડ કરો. જેમ કે લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાંખો.
6.લાસ્ટ માં કુક થયેલી મસાલા મેગી નાંખી દો અને મિકસ કરી દો અને થોડી વાર માટે કુક થવા દો.
તો તૈયાર છે નાના અને મોટા સૌને ભાવતી એવી
” વેજ પનીર મસાલા મેગી 🍝 ”
તમે ઘરે અચુક થી ટ્રાય કરજો અને તમારા બાળકોને અને મોટા ને જરૂર થી ખવડાવજો. પછી મને કહેજો જરૂર કે આ ” વેજ પનીર મસાલા મેગી 🍝 ” તમને કેવી લાગી…!! 😇👍🏻
લેખિકા :- કિર્તી જયસ્વાલ
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ