રસોઈ

વેજીટેબલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું આ એકદમ સરળ વેજ મંચુરિયનની રેસીપી નોંધી લે જો !! ટેસ્ટી છે ખૂબ જ …

હવે આમ પણ શિયાળો આવશે ને તાજા તાજા શાકભાજી પણ માર્કેટમાં ખૂબ મળશે. તમારા બાળકો એ શાકભાજી નથી ખાતા ? તો હવે છોડો ચિંતા બનાવો આ ગ્રીન શાકભાજીમાંથી જ વેજ મંચુરિયન. શાકભાજી પણ ખાશે ને એ પણ હોંશે હોંશે . તમે અને બાળકો બંને ખુશ. તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી…

સામગ્રી

 • છીણેલુંકોબીઝ, ૨ વાડકી
 • ગાજર ૧ વાડકી
 • કેપ્સિકમ ૧ વાડકી
 • મીઠું ૧ ચમચી
 • લાલમરચું ૧ ચમચી
 • ગરમ મસાલો ૧/૪ ચમચી
 • આદુ લસણ ની પેસ્ટ ૧ ચમચી
 • મેદો ૫ ચમચી જેટલો
 • કોન્ફ્લોવેર ૫ ચમચી જેટલો
 • સોયા સોસ ૧/૨ ચમચી
 • તેલ તળવા માટે
 • વગારવા માટે
 • તેલ ૧ ચમચી
 • ડુંગળી ઝીણી સમારેલી ૧ ચમચી
 • કેપ્સિકમ ૧ ચમચી
 • કોબીઝ ૧ કપ
 • સોયા સોસ ૧ ચમચી
 • રેડ ચીલી સોસ ૧ ચમચી
 • લીલી ડુંગળી નું લીલું સમારેલું ૨ ચમચી
 • ટમેટા સોસ ૧ ચમચી
 • મરીપાવડર ૧/૨ ચમચી
 • ચાઈનિશ મસાલો ૧ ચમચી
 • કોન્ફ્લોવેર સ્લરી ૨ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • પાણી જરૂર મુજબ


રીત

• સૌપ્રથમ એક મોટા વાસણ માં છીણેલા બધા વેજિટેબલે મિક્સ કરી લો પછી એમાં મીઠું લાલ મરચું ગરમ મસાલો એડ કરી ને મિક્સ કરી લો
• પછી એમાં મેદો અને કોન્ફ્લોવેર એડ કરો ૧ ચમચી સોયા સોસ અને એમાં પાણી નો વપરાશ નથી કરવાનો અને બધું મિક્સ કરી લો.
• અને એને વેજિટેબલે ના ભીનાશ થી જ લોટ જેવું બાંધી લો અને એના નાના બોલ બનાવી લો. અને તળી લો લાલ અઅને ક્રિસ્પી થાય એટલે કાઢી લો.

વઘારવા માટે

• એક પણ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી સાંતળી લો એમાં કેપ્સિકમ કોબીઝ ને તેલ માં સાંતળી લો પછી એમાં લીલી ડુંગળી નો લીલો ભાગ એડ કરો સમારી ને
• એમાં સોયા અને રેડ ચીલી સોસ એડ કરો અને મિક્સ કરી લો પછી એમાં ટમેટો સોસ એડ કરો પછી એમાં ચાઇનીસ મસાલો અને ગરમ મસાલો એડ કરો પછી એમાં ૧/૪ કપ જેટલું પાણી એડ કરો
• મીઠું એડ કરી મિક્સ કરી લો અને એમાં કોન્ફ્લોવેર ની સેલરી એડ કરો

અને મિક્સ કરી લો હવે એમાં મંચુરિયન એડ કરી લો

એકદમ હલાવી ગેસ બંધ કરી દો.
• જો ગ્રેવી કરવી હોઈ તો પાણી થોડું એડ કરી લો અને ૧ /૨ મિનિટ સેકી લો અને લીલી ડુંગળી એડ કરી લો તૈયાર ડ્રાય ગ્રેવી મંચુરિયન
• રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો.


મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે

Author: Kitchen Gujarati GujjuRocks Team