બોલીવૂડના સુપર સ્ટાર અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટંટ ડિરેક્ટર વીરુ દેવગણનું નિધન 27 મેના રોજ થયું. તેઓ લાંબા સમયથી બીમાર જ હતા અને તેઓ કાર્ડિયાક એરેસ્ટને કારણે 85 વર્ષની ઉંમરમાં તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ બાદથી તેમના પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો અને બોલિવૂડમાં પણ શોકનો માહોલ હતો.

વીરુ દેવગણના મૃત્યુના ચોથા દિવસે એટલે કે 30 મેના રોજ તેમની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં કાજોલ ખૂબ જ દુઃખી જોવા મળી હતી. પોતાના સસરાના મૃત્યુનું દુઃખ કાજોલના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.

કાજોલ સસરાના નિધનથી ખૂબ જ દુઃખી છે. વીરુ દેવગણના નિધનના દિવસે પણ કાજોલ ખૂબ જ રડી હતી અને ઐશ્વર્યાએ તેને ગળે લગાવીને ચૂપ પણ કરાવી હતી. કાજોલ પોતાના પિતાના નિધન બાદ તે પોતાના સસરા વીરુ દેવગણને જ પિતા માનતી હતી. આ દુઃખના સમયમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝ દેવગણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

અમિતાભ બચ્ચને વીરુ દેવગણ વિશે પોતાના બ્લોગ પર લખ્યું કે તેમની બળતી ચિતાની સામે ઘણી સમય સુધી બેસી રહયા અને જૂની યાદો મનમાં આવવા લાગી. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને વીરુ દેવગનની મુલાકાત રેશ્મા ઔર શેરા ફિલ્મના સેટ પર થઇ હતી, જ્યા તેઓ એક ડમી સાથે એક્શન સિક્વન્સ પ્રેક્ટિસ કરી રહયા હતા.

વીરુ દેવગણની પ્રાર્થના સભામાં બોલીવૂડના ઘણા સેલિબ્રિટીઝ પહોંચ્યા હતા. કરીના કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય પંચોલી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઉર્મિલા માતોંડકર, કરિશ્મા કપૂર, સુનિલ શેટ્ટી, અરુણા ઈરાની, સુરેશ ઓબેરોય, રવીના ટંડન અને પ્રેમ ચોપરા જેવા સેલિબ્રિટીઝએ હાજરી આપી હતી.

આ સિવાય અબ્બાસ-મસ્તાન, વિકી કૌશલ, અરબાઝ ખાન, અલવીરા ખાન, ઝરીના વહાબ, શક્તિ કપૂર, રણદીપ હુડ્ડા, પ્રકાશ ઝા, રણધીર કપૂર જેવા લોકો પણ પહોંચ્યા હતા. વીરુ દેવગણની પ્રાર્થના સભામાં તેમની પૌત્રી અજય દેવગણની દીકરી ન્યાસા પણ રડી પડી હતી.
જણાવી દઈએ કે વીરુ દેવગણએ બોલિવૂડની ફિલ્મોમાં એક્ટર, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. તેમને પોતાની કારકિર્દી દરમ્યાન 80થી વધુ ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks