ખબર ફિલ્મી દુનિયા

સસરા વીરુ દેવગણના નિધનથી દુઃખી વહુ કાજોલ ઐશ્વર્યાને વળગીને રડતી જોવા મળી

બોલીવૂડના સિંઘમ અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર વીરુ દેવગણનું કાર્ડિયાક એરેસ્ટના કારણે સોમવારે સવારે 77 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. વીરુ દેવગણના નિધનના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ શોકમાં છે. તેઓ ખૂબ જ પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમના મૃત્યુ પર બોલીવૂડના તમામ સેલિબ્રિટીઓ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહયા છે. અને તેમના નિધનના સમાચાર બાદ બોલીવૂડના સ્ટાર્સ અજય દેવગણ અને કાજોલના ઘરે આવી રહયા છે.

Image Source

દેવગણ પરિવાર વીરુ દેવગણના નિધનથી ખૂબ જ દુઃખી છે ત્યારે આખું બોલિવૂડ તેમના ઘરે ઉમટી પડ્યું છે. વીરુ દેવગણની વહુ કાજોલ તેના સસરાના નિધનથી ખૂબ જ દુઃખી છે. ત્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ અજય દેવગણના ઘરે પહોંચ્યા હતા અને કાજોલને સંભાળવાની કોશિશ કરી હતી.

Image Source

પિતાના મૃત્યુને કારણે અજય દેવગણ દુઃખી જોવા મળ્યા ત્યારે ઘરના ખૂણામાં કાજોલ પણ રડતી જોવા મળી હતી. દુઃખની આ ઘડીમાં કાજોલ અને અજયના ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ તેમના દુઃખમાં ભાગીદાર થવા માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#kajoldevgn breaks down today at home as seen was hugging #aishwaryaraibachchan. #rip #veerudevgan 🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સાંજે 6 વાગે મુંબઈમાં વિલેપાર્લેમાં વીરુ દેવગણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સાન્તાક્રુઝનાં સૂર્યા હોસ્પિટલમાં એડમિટ હતા. પોતાની કારકિર્દીમાં તેમને 80થી વધુ ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ સિવાય બોલિવૂડની ફિલ્મોમાં તેમને એક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks