વાયુ વાવાઝોડાની ગતિ વધી, વેરાવળથી વધુ નજીક પહોંચ્યું વાવાઝોડું

0

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાના આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વાવાઝોડાની અસર વાતાવરણમાં દેખાવાની શરૂઆત થઇ ગઈ છે. વાયુ નામનું આ વાવાઝોડુ વેરાવળથી દરિયામાં માત્ર 290 કિલોમીટર જ દૂર છે અને આ વાવાઝોડું 165 કિમીની ઝડપે ત્રાટકવાનું છે. ત્યારે હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર અત્યારથી જ જણાઈ રહી છે. વાવાઝોડાની અસરને કારણે પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

Image Source

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું વેરાવળના પશ્ચિમ ભાગે હિટ થશે પણ તેની તીવ્રતામાં કોઈ ફેર પડ્યો નથી. વાવાઝોડાને કારણે પવન 160 કિમીની ઝડપે ફૂંકાશે. અને પવનની ગતિ વધી પણ શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના 7 જિલ્લામાં મોટું નુકસાન થઈ શકે છે. જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે નુકસાન થઈ શકે છે.

Image Source

સાથે જ તંત્રએ પણ આ વાવાજોડાનો સામનો કરવા માટેના પગલાઓ લેવાના શરુ કરી દીધા છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવાઈ સેવા, બસ સેવા અને રેલવે સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાને કારણે 14 જૂન સુધી વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી તમામ ટ્રેનો કેન્સલ કરાઈ છે.

Image Source

વાયુના કારણે રાજ્યની 108 સેવાઓ સક્રિય બની છે, જેમાંથી 120 એમ્બ્યુલન્સ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. 50 એમ્બ્યુલન્સ બેકઅપ માટે રાખવામાં આવી છે. 600 કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં હાલ સેન્ડબાય પર મૂકાયા છે. જેઓ 24 કલાક ડ્યુટી પર હાજર રહેશે. અને સરકાર અને તંત્ર સાથે સતત સંપર્કમાં રહેશે. એમ્બ્યુલન્સમાં વાવાઝોડા સમયે અને વાવાઝોડા બાદની મેડિકલની સુવિધા આપી શકે એ તમામ સુવિધાઓ કરવામાં આવી છે.

Image Source

તંત્રએ લાખો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવી દીધું છે. એનડીઆરએફની 51 ટીમને તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બધી જ પરિસ્થિતિ પર નજર રાખી રહયા છે. મુખ્યમંત્રીએ લોકોને સલામતે સ્થળે ખાંસી જવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું છે કે તંત્રને વાવાઝોડાનો સામનો કરવામાં મદદ કરે, અને કોઈ પ્રકારની જાનહાની ન થાય એ માટે તંત્રનો સાથ આપે. વાયુ વાવાઝોડામાં રાહત અને બચાવ માટે આર્મીને પણ સતર્ક રાખવામાં આવશે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો વાવાઝોડાના પગલે સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.