જ્યોતિષ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર 8 માંથી કોઈ 1 વસ્તુ ખરીદો, પછી જુઓ જિંદગીભર થશે પૈસાનો વરસાદ

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.  આ વર્ષ 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. સાફ સફાઈથી લઈને ખરીદી કરવામાં લોકો લાગી ગયા છે. પરંતુ ઘણા લોકોને એક પ્રશ્ન સતાવતો હોય છે અને તે છે મોંઘવારી. ખરું ને? આ મોંઘવારીને કેવી રીતે પહોંચી વળવી? એ સૌથી મોટો પ્રશ્ન છે. આવક વધવાની સાથે જરૂરિયાતો પણ વધે છે, ખર્ચ પણ એટલા જ વધે છે જે પહોંચી વળવામાં સામાન્ય માણસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતો હોય છે.

Image Source

પરંતુ નવા વર્ષે જો તમે આ 8 વસ્તુઓ પોતાના ઘરે લઈ આવશો તો આવનાર દિવસોમાં તમે આર્થિક સંકળામણમાંથી બહાર નીકળી શકશો. તો ચાલો જાણી લઈએ એવી તે કઈ છે આ 8 વસ્તુઓ.

1.(નારિયેળ) શ્રીફળ:
કોઈપણ શુભ શરૂઆત કરવી હોય કે કોઈ દેવસ્થાને દર્શન કરવા માટે ગયા હોઈએ ત્યાં આપણે નાળિયેર અચૂક વધેરીએ છીએ. કારણ કે નારિયેળ સૌથી પવિત્ર ફળ છે, તેનું પાણી પણ કોઈ ભેળસેળ વિનાનું હોય છે, ગણેશજીને નારિયેળ સૌથી પ્રિય હતું. વળી “શ્રીફળ” નો અર્થ લક્ષ્મી થાય છે. તો આ નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે તમે શ્રીફળ ઘરમાં વધેરી લક્ષ્મીજીને આહવાન આપી શકો છો.

Image Source

2.લાફિંગ બુદ્ધા:
નવા વર્ષે જો તમને કોઈ લાફિંગ બુદ્ધા ભેટમાં આપે છે તો તમારા ઘરમાં ખુશીઓ વધે છે, સાથે સાથે ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે કારણ કે જ્યોતિષો એવું માને છે કે લાફિંગ બુદ્ધાનું પેટ ધનથી ભરેલું છે અને તેના ચહેરા પર સદાય સ્મિત રહે છે જેના કારણે ઘરમાં ધનની સાથે ખુશીઓ પણ વરસી શકે છે. લાફિંગ બુદ્ધા તમારે ખરીદવાનો નથી એ તમને કોઈ ભેટમાં આપે તો જ આ થઇ શકે છે, લાફિંગ બુદ્ધાને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવે તો તમે ખુશીઓની સાથે ધનના પણ માલિક બની શકો છો.

Image Source

3.ગણેશજી સ્થાપન:
આપણા હિન્દૂ ધર્મમાં દરેક શુભ પ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, કોઈ પણ શુભકામ ગણેશજીની આરાધનાથી થાય છે. વળી ગણેશજીને વિઘ્નહર્તા પણ માનવામાં આવે છે તો નવા વર્ષે પણ જો તમે ગણપતિ બાપ્પાને ઘરે લઇ આવી તેમને પ્રિય મોદકનો ભોગ ધરાવી, તમારી સમસ્યાઓ જો તમે બાપ્પાને કહેશો તો એ જરૂર તમારી બધી જ તકલીફો દૂર કરશે.

Image Source

4.(મની પ્લાન્ટ) લક્ષ્મી વેલ:
આવનાર નવા વર્ષે જો તમે ઘરમાં લક્ષ્મી વેલનો પ્લાન્ટ લઇ આવશો તો ઘરમાં ધન ભરેલું રહેશે. જ્યોતિષો લક્ષ્મી વેલને શુભ માને છે, તેમના કહ્યા અનુસાર લક્ષ્મી વેલથી ઘરમાં કાયમ લક્ષ્મીનો વાસ રહે છે. આ સિવાય પણ જો તમે બામ્બુ પ્લાન્ટ, આસોપાલવ, તુલસી કે કોઈન પ્લાન્ટ ઘરમાં કે ઓફિસમાં રાખશો તો પણ તમને ફાયદો થશે. તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહિ થાય.

Image Source

5.મોરપિચ્છ:
કૃષ્ણે અતિપ્રિય એવા મોરપિચ્છને નવા વર્ષે ઘરમાં લાવવામાં આવે તો પણ તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. સાથે ધનની પ્રાપ્તિ પણ થાય છે. શ્રી કૃષ્ણ સદૈવ તેમના મસ્તિસ્ક ઉપર મોરપીંછ ધારણ કરતા હતાં, તમે પણ તમારા ઘરે આ નવા વર્ષના પહેલા દિવસે મોરપીંછ લાવી પોતાની મુશ્કેલીઓ દૂર કરી શકો છો.પરંતું એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમે 1 થી 3 જ મોરપિચ્છ ઘરમાં લાવવા, મોરપિચ્છનો ગુચ્છો નહીં.

Image Source

6.સ્ફટિકની માળા:
નવા વર્ષે જો તમે ઘરે સ્ફટિકની માળા લાવી તેનાથી સરસ્વતી મંત્રનો જાપ કરશો તો વિદ્યા અને બુદ્ધિમાં વધારો થશે તેમજ એ માળા દ્વારા શુક્ર ગ્રહના મંત્રનો પણ જાપ કરવામાં આવે તો સુખ અને શાંતિ પણ વધે છે.

Image Source

7.સખત ચાંદીનો હાથી:
નવા વર્ષે સખત ચાંદીનો હાથી ઘરમાં લાવવાથી ચમત્કારિક પ્રભાવ ઘરની અંદર પડે છે. જ્યોતિષનું માનીએ તો રાહુ અને કેતુનો પ્રભાવ પણ ઘરમાં હાથી આવવાથી દૂર થઇ જાય છે. તેમજ ધંધામાં વૃદ્ધિ પણ થાય છે. ઘરમાં સુખ અને શાંતિ પણ વ્યાપી ઉઠે છે. ઘરમાં ગણેશજીની સ્થાપના કરવાથી પણ આજ લાભ થશે પરંતુ એ મૂર્તિ સખત ચાંદીની હોવી જોઈએ.

Image Source

8.મોતી અને દક્ષિણાવર્તી શંખ:
ઘરમાં શંખને રાખવું શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કેવા પ્રકારનો શંખ ઘરમાં રાખવો જોઈએ, તો તમને જણાવી દઈએ કે નવા વર્ષે તમે ઘરની અંદર મોતી અથવા દક્ષિણાવર્તી શંખ લાવી તેની યોગ્ય પૂજા વિધિ કરી તિજોરીમાં મુકવામાં આવે તો ધંધામાં વૃદ્ધિ આવે છે અને ઘરમાં લક્ષ્મી ટકવા લાગે છે.

Image Source

તો આ વસ્તુઓને જો નવા વર્ષે ઘરમાં પ્રવેશ આપવામાં આવે તો તમારી ઘણી તકલીફો અને ધનની અછત દૂર થઇ શકે છે.