જ્યોતિષ શાસ્ત્ર

લોઢી સાથે જોડાયેલી છે ઘરની ખુશીઓ, પણ સ્ત્રીઓએ રાત્રે આ એક ભૂલ ક્યારેય ના કરવી

શું તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો? કેટલાક લોકો કરતા હશે અને કેટલાક લોકો નહિ કરતા હોય. પણ તમે માનો કે ન માનો વાસ્તુનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ હોય છે. જો ઘર કે ઘરમાં મુકેલી કોઈ વસ્તુના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો આ આપણા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. વાસ્તુ વ્યક્તિના જીવન પર સારો અને ખરાબ બંને જ પ્રભાવ પાડે છે.

પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પણ ઘરનું વાસ્તુ યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જાણીએ જ છીએ કે રસોડાને ઘરનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે, જ્યા બધા જ માટે ભોજન અને ઘણા જુદા-જુદા પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. રસોડું ઘરનો મહત્વનો ભાગ હોય છે અને એના માટે કેટલાક ખાસ વાસ્તુ ટિપ્સ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. રસોડાના નિર્માણ, દશા અને દિશાથી લઈને રસોડામાં વપરાતા વાસણો પણ આપણા રોજિંદા જીવન પર ખૂબ જ ઊંડો પ્રભાવ પાડે છે.

Image Source

રસોડાને સ્વાસ્થ્યનો ખજાનો કહેવું ખોટું નથી. રસોડામાં મુકેલા વાસણો પણ શુભ અને અશુભના કારણો બને છે એટલે જ તેમના ઉપયોગ વખતે કેટલાક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. રસોડામાં સૌથી વધુ વપરાતા વાસણોમાં કઢાઈ પછી લોઢી જ આવે છે. દરેક ઘરમાં આનો ઉપયોગ રોજ કરવામાં આવે છે.

તમને જાણીને હેરાની થશે કે લોઢી સાથે જોડાયેલી પણ કેટલાક ખાસ વાસ્તુ ટિપ્સ છે જેની જાણકારી બધાને જ હોવી જોઈએ. ખાસ કરીને ઘરનું રસોડું સાચવવાવાળી મહિલાઓને લોઢી સાથે જોડાયેલી ટિપ્સ તો જરૂર ખબર હોવી જોઈએ. રસોડામાં સાચી દિશામાં રાખેલી લોઢી પણ તમારા જીવનને સકારાત્મકતાથી ભરી શકે છે.

Image Source

દરેક ઘરમાં વપરાતી લોઢી એમ તો એક સામાન્ય વસ્તુ જ છે, પણ આ આપણા જીવનને ખુશમય બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. એવી માન્યતા છે કે લોઢી ઘરના લોકોનું નસીબ સરળતાથી પલ્ટી શકે છે. રસોડામાં મુકેલી લોઢી વ્યક્તિની ગરીબીનું કારણ બની શકે છે, કે ઘરના સભ્યોને થનારી ભયંકર બીમારીનું કારણ પણ લોઢી હોઈ શકે છે.

જણાવી દઈએ કે રસોડામાં મુકેલા લોઢી અને કઢાઈ આપણા જીવનમાં રાહુ સંબંધિત દોષ ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણને સમાજમાં માન-સન્માનનું નુકશાન અને ઘરમાં ગરીબીનો વાસ થઇ શકે છે. આ જ કારણ છે કે વાસ્તુ શાસ્ત્રીઓ અનુસાર, ખાવાનું બનાવતા સમયે લોઢી અને કઢાઈ યોગ્ય જગ્યા પર હોવી જોઈએ.

Image Source

તો ચાલો જાણીએ લોઢી સાથે જોડાયેલા કેટલાક નિયમો –

– લોકોની નજરોથી દૂર રાખો
તમારે રસોડામાં લોઢી એવી જગ્યા પર મુકવી જોઈએ કે જ્યાં બહારથી આવતા-જતા લોકોની નજર ન પડે. બહારના લોકોની નજર લોઢી પર પડવી અશુભ માનવામાં આવે છે.

– ખાવાનું બનાવતા સમયે કરો આ ખાસ ઉપાય
જયારે પણ તમે રોટલી બનાવવાની શરૂઆત કરો, તો લોઢી ગરમ થઇ જાય પછી એના પર એક ચપટી સફેદ મીઠું નાખો અને પછી રોટલી બનાવવાનું શરુ કરો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સૌથી પહેલી રોટલી છે એ ઘરની સુખ-સમૃદ્ધિ માટે કોઈ જાનવર કે પક્ષી માટે અલગ રાખી દો અને પશુ-પક્ષીને ખવડાવી લો. આ ઉપાયથી ઘરમાં અન્ન અને ધન બંને યથાવત રહે છે.

Image Source

– લોઢીની સફાઈનું રાખો ધ્યાન
ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોઢી ઘણી ગંદી હોય છે, તો યાદ રાખો કે આવું કરવાથી ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી સ્ત્રીઓને પણ આદત હોય છે કે રાતે રોટલી બનાવ્યા પછી લોઢી એમ જ મૂકી દે છે અને સાફ નથી કરતી, તો આવું કરવું અન્નનું અપમાન કરવા સમાન માનવામાં આવે છે. રાતનું ખાવાનું બનાવ્યા બાદ લોઢીને સારી રીતે સાફ કરીને જ મુકો. વાસ્તુ અનુસાર આમ ન કરવાથી ઘરના સભ્યોને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે. સાથે જ તૂટેલી લોઢી પણ ઘરની બહાર કરી દો.

Image Source

– લોઢી ન રાખો ઉંધી
રસોડામાં ક્યારેય પણ લોઢી અને કઢાઈ ઉંધી ન મુકવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરમાં અચાનક થવાવાળી ઘટનાઓમાં વધારો થઇ શકે છે.

Image Source

– ગરમ લોઢી પર ન નાખો પાણીના છાંટા
ક્યારેય પણ ગરમ લોઢી પર પાણીના છાંટા ન નાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ગરમ લોઢી પર પાણી પડવાથી ઉત્પન્ન થતો છન્નનો અવાજ જીવનમાં પરેશાનીઓની ગૂંજ બનીને આવી શકે છે.

– લીંબુ અને મીઠાથી કરો સાફ
લોઢી સાફ રાખવાથી આપણું જીવન સુખમય બની રહેશે. લોઢી ઠંડી થઇ જાય એટલે એને લીંબુ અને મીઠાથી ઘસીને ચમકાવો. સાફ અને ચમકતી લોઢીથી તમારું નસીબ પણ ચમકી જશે.

Image Source

– ન વાપરો કોઈ ધારદાર વાસ્તુ
એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લોઢી અને કઢાઈની સફાઈ દરમ્યાન એને કોઈ ધારદાર વસ્તુથી ન ખોતરો. ગરમ પાણીની મદદથી તેની પર ચોંટેલી વસ્તુઓને હટાવો. લોઢી અને કઢાઈમાં ન ખાઓ અને ન એને એંઠા કરો. એવું કરવાથી ઘરનું વાસ્તુ બગડી શકે છે.

તો હવેથી રોજ લોઢી અને કઢાઈ સાથે જોડાયેલી આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેનાથી તમારું નસીબ ચમકી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.