હેલ્થ

શું તમે જાણો છો વાસી રોટલી ખાવાના જાદુઈ ફાયદાઓ? વાસી રોટલી ખાવાથી મળે છે ભરપૂર લાભ

તમે મોટાભાગે લોકોને એ કહેતા સાંભળ્યું હશે કે રાતનું બચેલું ભોજન ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો થઈ શકે છે. જો ભોજન 12 કલાકથી વધુ સમય રાખવામાં આવે તો તેના સેવનથી આપણને ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઇ શકે છે જેના વધુ વાસી ખાવામાં પૌષ્ટિક તત્વની માત્રા ઘટી જાય છે જેના લીધે નુકસાન પહોંચે છે. એવામાં જો વાસી ખોરાકને ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો તે વધુ ખતરનાક સાબિત થાય છે. પણ અમુક ચીજો એવી પણ છે જેને વાસી ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો મળે છે. જેમ કે વાસી રોટલી.

Image Source

વાત જો ઘઉની રોટલીની કરીએ તો તમે રાતની વધેલી વાસી રોટલીને કોઈ બીક વગર જ ખાઈ શકો છો. રોટલીમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે. જેને લીધે ખોરાક પચવામાં આસાની રહે છે. રોજ સવારે વાસી રોટલી દૂધની સાથે ખાવાથી શરીરના ઘણા રોગો પણ ઠીક થઇ જાય છે. આવો તો જાણીએ વાસી રોટલી ખાવાથી કઈ-કઈ બીમારીઓ દૂર થઇ જાય છે.

Image Source

1. ડાયાબિટીસ:

શુગરની માત્રાથી છુટકારો મેળવવા માટે વાસી રોટલી ખુબ ફાયદેમંદ રહે છે. જે વ્યક્તિઓને ડાયાબીટીશ કે શુગરની સમસ્યા છે તેઓના માટે વાસી રોટલી ખાવી ફાયદો કરે છે. એવામાં આવા લોકોએ વાસી રોટલી ખાવી જ જોઈએ જો તમે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમે વાસી રોટલીને 10 મિનિટ માટે ઠંડા ફીકા દૂધમાં પલાળીને મૂકી દો અને પછી તેને ખાઓ. આવું કરવાથી વ્યક્તિનું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

2. બ્લડ પ્રેશર:

જો કોઈ વ્યક્તિ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ ઠંડા દૂધની સાથે વાસી રોટલીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ઠંડા દૂધમાં વાસી રોટલી 10 મિનિટ સુધી પલાળીને મૂકી દો. દૂધમાં પલાળેલી આ રોટલી સવારે નાસ્તામાં ખાઓ. તમારી પસંદ અનુસાર દૂધવાળી આ રોટલીમાં તમે ખાંડ પણ ભેળવી શકો છો. આવું કરવાથી લોકોની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થઇ જશે. તેના સિવાય આવું કરવાથી ગરમીઓના શરીરનું તાપમાન પણ યોગ્ય રીતે બની રહે છે.

Image Source

3. પેટ સંબંધી સમસ્યાને કરે છે દૂર:

આજકાલના સમયમાં અનિયમિત ખાનપાનને લીધે લોકોને પેટની સમસ્યાઓ વધુ રહે છે. જે લોકો પેટની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેઓએ વાસી રોટલીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. જે કોઈ ઔષધિથી કમ નથી. રાતના સમયે ઠંડા દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવાથી કબજિયાત, એસીડીટી, પેટમાં બળતરા જેવા પેટ સંબંધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

4. દુબળા પાતળા શરીર માટે ફાયદેમંદ:

જો કોઈ વ્યક્તિ ખુબ જ દુબળો પાતળો છે તો તેને વાસી રોટલીનું સેવન કરવું જોઈએ જેનાથી તેનું દુબળાપણું દૂર થઇ જાશે અને તેનાથી તેના શરીરમાં શક્તિ પણ મળશે. જો તમે પણ પોતાના કમજોર શરીર અને દુબળાપણાથી છુટકારો મેળવવા માગો છો તો વાસી રોટલીનું સેવન એકદમ સારો ઉપાય છે.

Image Source

5. તાજી રોટલી કરતા વધુ પૌષ્ટિક:

તાજી રોટલીની સરખામણીમાં વાસી રોટલી વધુ પૌષ્ટિક હોય છે. કારણ કે લાંબા સમય સુધી રાખવાના કારણે તેમાં જે બેક્ટેરિયા થાય છે એ સ્વાસ્થ્ય બનાવવામાં લાભદાયક હોય છે. જો કે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ રોટલી 12થી 16 કલાક કરતા વધુ વાસી ન હોય.

6. કસરત માટે સૌથી ઉપયુક્ત:

જો તમે કસરત કરવા જઈ રહયા છો તો વાસી રોટલી તમારા માટે લાભદાયક છે. આનાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે અને તમને ઉર્જા મળે છે. આ સિવાય શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહે છે. જિમ જતા પહેલા સવારે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકાય છે.

Image Source

જણાવી દઈએ કે વાસી રોટલી દૂધની સાથે ખાવાથી જો કે શરીરને કોઈ જ પ્રકારનું નુકસાન નથી થતું પણ તેને ખાવાના સમયે શુગર અને બ્લડ પ્રેશરની દવાઓને બંધ કરવાની રહેશે. સમય સમય પર ડોક્ટર પાસે તપાસ પણ કરાવતા રહો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks