શીઝાન ખાન જેલમાંથી બહાર આવી જશે હવે? તુનિશા કેસમાં આવ્યો નવો વણાંક, ચોંકી ગયા બધા જ

જ્યારથી ટીવી શો ‘અલી બાબા- દાસ્તાન એ કાબુલ’ના મેઈન લીડ્સ અભિનેત્રીએ આત્મહત્યા કરી છે ત્યારથી આખી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ છે અને શોની સાવ હાલત આવી થશે એવું કોઈએ વિચાર્યું નહીં હોય. તમને જણાવી દઈએ કે આ ટીવી શોમાં એક્ટર શીઝાન ખાન અલી બાબા અને એક્ટ્રેસ તુનિષા શર્મા શાહજાદીના રોલમાં હતા.

અભિનેત્રી તુનિષાએ સેટપર બપોરે મૃત્યુને વહાલું કર્યું હતું એના લીધે કો સ્ટાર શીઝાન જેલમાં છે. એવામાં શોના મેકર્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ ફેમસ શોને કઈ રીતે આગળ વધારવો તે એક ચેલેન્જ બની ગઈ છે. વળી, શોના ઘણા સેલિબ્રિટીઓ પણ શૂટિંગમાં આવવાથી ડરી રહ્યા છે, તો તેની કહાનીને પણ ધીરે-ધીરે નવા ટ્રેક તરફ વાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

જોકે, એકાએક મેઈન લીડ વિના શો ચલાવવો સરળ નથી. એવામાં મેકર્સ ઘણા મોટા નિર્ણયો લીધા છે. એવામાં હાલમાં જ અપડેટ આવી છે કે આ કેસમાં વસઈ કોર્ટ તુનિશાના કો સ્ટાર શીઝાન ખાનને 14 દિવસની ન્યાય હિરાસતમાં મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે માત્ર ૨૦ વર્ષની અભિનેત્રી તુનિષાએ મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી હતી,

આ બાદ સેટ પર ડરનો માહોલ છે. જેના લીધે ટીમ શૂટિંગ સેટ પર આવવાનું ટાળી રહ્યા છે. આના લીધે મેકર્સને રોજનું મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. એવામાં શો ઓફ એર થવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બેકઅપમાં રહેલા કેટલાક એપિસોડ્સને ઓનએર કરી કહાનીને નવા ટ્રેક પર લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

YC